Gandki at outside of ahmedabad school Sandesh news
  • Home
  • Ahmedabad
  • શિક્ષણના ઉંબરે જ રોગચાળાના ‘વધામણાં’, જુઓ અમદાવાદના હાલ

શિક્ષણના ઉંબરે જ રોગચાળાના ‘વધામણાં’, જુઓ અમદાવાદના હાલ

 | 10:42 pm IST
  • Share

  • રાયખડ, શાહપુર અને અસારવા વિસ્તારની શાળાઓ બહાર ગંદકીનું સામ્રાજ્ય

  • કોરોનાથી બચેલા બાળકો મચ્છરજન્ય રોગથી કેવી રીતે બચશે?

  • નાગરિકોએ શાળાની દીવાલને જાહેર શૌચાલય બનાવ્યું

શહેરમાં સ્વચ્છતાની સૂફિયાણી વાતો કરવામાં આવે છે, પરંતુ શહેરના પૂર્વ વિસ્તારને સ્વચ્છ રાખવામાં ક્યાંક તંત્ર તો ક્યાંક નાગરિકોની બેદરકારી સામે આવી રહી છે. હવે શાળાઓની બહાર જ કચરા સહિત ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. આ સાથે કેટલીક શાળાઓની દીવાલને નાગરિકો દ્વારા શૌચાલય બનાવી દેવાઇ હોય તેવી સ્થિતિ સર્જાવા પામી છે. જેના કારણે બાળકોને શાળામાં પ્રવેશતા પહેલાં અતિશય દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. આથી વિદ્યાર્થીઓમાં બીમારી ફેલાવાનો ભય પણ રહેલો છે. તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા ના હોવાને કારણે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. શાળાની બહારનો જ રસ્તો જાહેર કચરાપેટી બની ગઇ હોય તેવું પણ સામે આવ્યું છે.

અમદાવાદના રાયખડ, શાહપુર, અસારવા સહિત વસ્ત્રાલ વિસ્તારની સરકારી તેમજ પ્રાઈવેટ સંચાલિત શાળાઓની બહાર ગંદકીના દ્રશ્યો સામે આવ્યા છે. તંત્રની બેદરકારીના કારણે કેટલાક શખ્સોએ શાળાની દીવાલો કચરાપેટી સહિત શૌચક્રિયા માટેની જગ્યા બનાવી દીધી છે. જેના કારણે શાળામાં અભ્યાસ કરવા જતાં વિદ્યાર્થીઓ દુર્ગંધ વચ્ચે શાળામાં પ્રવેશ કરવા મજબૂર બન્યાં છે.

શાળાના દરવાજા પર ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે બાળકોના માદા બનવા પડવાની શક્યતા પણ સેવાઇ રહી છે. ત્યારે તંત્ર દ્વારા તાકીદે શાળાની આસપાસ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવે અને દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માગણી ઊઠવા પામી છે. તંત્ર દ્વારા આ પ્રકારની ગંદકી કરનારા સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવું નક્કર આયોજન કરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.

આ ઉપરાંત શાળાની આસપાસથી કચરાપેટી હટાવવામાં આવે તેવી માગ ઊભી થઈ છે. શાળાની આસપાસ રઝળતા ઢોરોનો પણ ત્રાસ વધી ગયો છે. ઢોરો બાળકોને અડફેટે લે તેવો ડર સતાવી રહ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો