- પૌરાણિક કથા જોડાયેલી છે
- પૂજામાં તુલસી અનિર્વાય પણ ગણેશપૂજામાં વર્જિત
- શ્રાપના કારણે ધારણ કર્યું છોડનું રૂપ
કોઈ પણ શુભકાર્યનો પ્રારંભ શ્રીગણેશથી કરાય છે. ભગવાન શ્રી ગણેશને વિધ્નહર્તા પણ કહેવાય છે. આ માટે કોઈ પણ માંગલિક કામ શરૂ કરતા પહેલા ગણેશજીની પૂજા કરાય છે જેથી કોઈ પણ કામ બાધા વિના પૂરું થાય. માન્યતા છે કે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુએ પોતાનું કાર્ય પૂરું કરવા માટે ગણેશની પૂજા કરી. ગણેશજીને અનેક પ્રિય વસ્તુઓનો ભોગ લગાવવામાં આવે છે જેમકે મોતીચૂરના લાડુ, લાલ રંગના જસવંતી ફૂલ, સિંદૂર. પણ આ પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી.
શા માટે ગણેશજીની પૂજામાં વર્જિત છે તુલસી
ગણેશજીની પૂજામાં તુલસીને સામેલ નહીં કરવા માટેની એક પૌરાણિક કથા છે. તેના અનુસાર એક વાર ગણેશજી સમુદ્ર તટ પર તપસ્યા કરી રહ્યા હતા. ત્યારે અહીં ધર્માત્મજ કન્યા તુલસી પોતાના વિવાહ માટે પહોંચી. ગણેશજીના ગળામાં ચંદન, હાર સહિત રત્નો હતા અને તેમાં તે મોહક લાગી રહ્યા હતા. આ કારણે તુલસીનું મન ગણેશજીની તરફ આકર્ષિત થયું. ત્યારે તુલસીએ ગણેશજીને તપસ્યાની વચ્ચે વિવાહ પ્રસ્તાવ મોકલ્યો પણ તપસ્યા ભંગ થવાના કારણે ગણેશજી ક્રોધિત થયા અને વિવાહ પ્રસ્તાવ ઠુકરાવી દીધો. આ સમયે તુલસીએ ગણેશજીને શ્રાપ આપ્યો કે તેમના 2 વિવાહ થશે.
તુલસીને મળ્યા આ શ્રાપ
ગણેશજીએ પણ તુલસીના વિવાહ રાક્ષસ સાથે થવાનો શ્રાપ આપ્યો. તુલસીએ ફરી માફી માંગી. ત્યારે ગણેશજીએ કહ્યું કે તમારો વિવાહ શંખચૂર્ણ નામના રાક્ષસ સાથે થશે. તમે એક છોડનું રૂપ ધારણ કરશો. કળિયુગમાં તમે મોક્ષ અને જીવન આપનારી સાબિત થશે. પણ મારી પૂજામાં તમારો પ્રયોગ કરાશે નહીં. કહેવાય છે કે આ કારણે ગણેશજીની પૂજામાં તુલસીનો ઉપયોગ થતો નથી.