Gati Shakti to lay foundation for economic growth: Modi
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • સર્વગ્રાહી વિકાસ થકી રોજગારીનો વ્યાપ વધારવાનો મક્કમ નિર્ધાર : PM મોદી 

સર્વગ્રાહી વિકાસ થકી રોજગારીનો વ્યાપ વધારવાનો મક્કમ નિર્ધાર : PM મોદી 

 | 6:30 am IST
  • Share

  • મુખ્યમંત્રીની હાજરીમાં મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો

  • વડા પ્રધાનના હસ્તે પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનનો પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સર્વગ્રાહી વિકાસ થકી રોજગારીનો વ્યાપ વધારવાના નિર્ધાર સાથે સરકાર આગળ વધી રહી છે જેના પરિણામે પ્રજાના ટેક્ષના પૈસાની બચત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન-ગ્દસ્ઁનું વર્ચ્યુઅલ પ્રક્ષેપણ કરાયું હતું. રાજ્યકક્ષાનો આ કાર્યક્રમ મહાત્મા મંદિરખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.

આ પ્રસંગે વડાપ્રધાને ઉમેર્યુ કે, જન માળખાકીય કામોમાં ગુણવત્તાને પ્રાધાન્ય આપવા માટે આત્મનિર્ભરના સંકલ્પ સાથે આ પ્રોજેક્ટ આગામી 25 વર્ષ માટેની નવી બુનિયાદ પ્રસ્થાપિત કરશે. ગતિ શક્તિનું આ મહાઅભિયાનનો મુખ્ય હેતુ નાગરિકો, ઉદ્યોગ ગૃહો, મેન્યુફેકચર્સ, ખેડૂતો સહિત ભારતની વર્તમાન અને આવનારી પેઢીઓને 21મી સદીના ભારતના નિર્માણ માટે નવી ઊર્જા આપીને આવનારા અવરોધોને સમાપ્ત કરશે.

વડાપ્રધાને ઉમેર્યુ કે, આજે સરકારના તમામ વિભાગો સાથે સરકારની સામૂહિક શક્તિઓ યોજનાઓ-પ્રોજેક્ટને પૂરા કરવામાં લાગી છે. જેના પરિણામે આગામી દશકામાં મોટા ભાગની અધૂરી પરિયોજનાઓ પુરી થઇ રહી છે.

જયારે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ કે ગુજરાત આજે તમામ ક્ષેત્રે ઉત્તમથી સર્વોત્તમની દિશામાં રોલ મોડલ પુરવાર થઈ રહ્યું છે ત્યારે આ પ્રોજેકટ પણ દેશને નવો રાહ ચીધશે.

નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે, દિર્ઘદ્રષ્ટિ ધરાવતા વડાપ્રધાન મોદીની પાંચ શક્તિમાં આજે ‘પ્રધાનમંત્રી ગતિશક્તિ’ યોજના થકી વધુ એક શક્તિ ઉમેરાઇ છે. દેશ-દુનિયામાં ગુજરાત દરેક ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે.

ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ પંચાલે જણાવ્યુ કે જણાવ્યું , મૂળભૂત જરૂરિયાત એવી પરિવહનને વધુ મજબૂત તેમજ ગતિ આપવા વડાપ્રધાન મોદી દ્વારા PM ગતિ શક્તિ-નેશનલ માસ્ટર પ્લાનનો પ્રારંભ થવા જઇ રહ્યો છે તે ગૌરવની ક્ષણ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો