Gauri Khan Quit Sweets Kept Mannat For Aryan Khan Release
  • Home
  • Entertainment
  • Bollywood
  • ગૌરી ખાને દીકરો ઘરે આવે એ માટે રાખી આ બાધા

ગૌરી ખાને દીકરો ઘરે આવે એ માટે રાખી આ બાધા

 | 6:33 pm IST
  • Share

  • ગૌરી ખાનને સતાવી રહી છે દીકરાની ચિંતા

  • નવરાત્રિ શરુ થઈ ત્યારથી રાખી આ બધા

  • જામીન અરજીની સુનાવણી હવે થશે 20 ઓક્ટોબરે

શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન ડ્રગ્સ કેસમાં જેલમાં જવાને કારણે તેનો પરિવાર ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે શાહરુખના ઘરે સન્નાટો છે અને શાહરૂખ-ગૌરી તેમના દીકરાની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, ગૌરીએ બધા રાખી છે અને નવરાત્રિના તહેવાર દરમિયાન માતા દેવી પાસે પોતાના દીકરાની સલામતી માટે પ્રાર્થના કરતી રહી. 7 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ ત્યારથી ગૌરીએ મીઠાઈ ખાવાનું બંધ કરી દીધું છે અને દીકરો ઘરે પાછો ન આવે ત્યાં સુધી મીઠાઈ નહીં ખાય.

આર્યન ખાઈ રહ્યો છે જેલનું ખાવાનું

મીડિયા રિપોર્ટમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે આર્યન જેલનો ખોરાક નથી ખાતો પણ હવે તેણે ખાવાનું શરૂ કરી દીધું છે. જણાવી દઈએ કે અગાઉ શાહરૂખ ખાને આર્યન ખાનને મની ઓર્ડરમાં 4500 રૂપિયા મોકલ્યા હતા. આ રકમથી આર્યન એક મહિનામાં કેન્ટીનમાંથી કોઈપણ વસ્તુ ખરીદી શકે છે. આર્યન ખાન જેલની કેન્ટીનમાંથી બ્રેડ, ફરસાણ/નમકીન, ભેલ, વડાપાવ, ભજીયાપાવ, સમોસા, ચિકન થાળી, એગ થાળી, મિનરલ વોટર અને જ્યુસ લાઈને ખાઈ શકશે.

જેલમાં આર્યનનું ક્વોરેન્ટાઇન પૂરું થયું 

ગુરુવારે આર્યન ખાન સહિત અન્ય પાંચ આરોપીઓને ક્વોરેન્ટાઇન સેલમાંથી કોમન સેલમાં ખસેડવામાં આવ્યા હતા. આર્થર રોડ જેલના અધિક્ષક નીતિન વાયચલે કહ્યું કે આર્યનને ઘરનું ભોજન આપવામાં આવતું નથી. નિયમ મુજબ હવે તેઓને સામાન્ય બેરેકમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

20 ઓક્ટોબર સુધી જેલમાં જ રહેશે આર્યન

જણાવી દઈએ કે આર્યન ખાનની જામીન અરજી પર મુંબઈની સેશન્સ કોર્ટમાં ગુરુવારે સુનાવણી યોજાઈ હતી. NCB અને આર્યન ખાનના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ફરી એકવાર નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કેસની આગામી સુનાવણી 20 ઓક્ટોબરે થશે. આર્યન ખાનની જામીન પર ચુકાદો તે જ દિવસે સંભળાવવામાં આવશે. જજ વીવી પાટીલે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો