Get the blessings of Shani Maharaj through Shani Priya Shamivriksha
  • Home
  • Featured
  • શનિ પ્રિય શમીવૃક્ષ દ્વારા મેળવો શનિ મહારાજના આશીર્વાદ, Video

શનિ પ્રિય શમીવૃક્ષ દ્વારા મેળવો શનિ મહારાજના આશીર્વાદ, Video

 | 9:02 am IST

શનિ મહારાજ જે જાતકોના કર્મો મુજબ ભક્તોનું કલ્યાણ પણ કરે છે અને ભક્તોને કષ્ટો પણ આપે છે ..પરંતુ ઘરે બેઠા જો કેટલાક શાસ્ત્રોક્ત ઉપાયો કરવામાં આવે તો અચુક શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય છે તો આવો આજે શનિ પ્રિય શમીવૃક્ષ દ્રારા મેળવીએ શનિ મહારાજના આશીર્વાદ..ઉપાયો જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા. 

પૌરાણિક કથાઓ મુજબ, શનિ મહારાજનો જન્મ સાયન મિથુનના સૂર્યમાં અને મિથુનના ચંદ્રમાં જયારે સૂર્ય ચંદ્ર સમકક્ષમાં થતાં વૈશાખ વદ અમાસે થયો હતો. જેના ઉપર શનિની પાપદ્રષ્ટિ પડે અથવા જન્મ રાશિથી ૪-૮ સ્થાનમાં શનિ ભ્રમણ કરે અથવા પોતાની રાશિથી ૧૨-૧-૨ સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે નાની-મોટી પનોતી આવે છે અને જીવનમાં મહાદુ:ખ, કષ્ટ, હાનિ અને રાજાને રંક બનાવી દે છે. 

જ્યોતિષમાં શનિને ઠંડો ગ્રહ માનવામાં આવ્યો છે, જે બીમારી, શોક અને આળસનો કારક છે. પણ જો શનિ શુભ હોય તો તે કર્મની દશાને લાભની તરફ લઈ જનારો અને ધ્યાન અને મોક્ષ આપનારો છે. લોકોમાં શનિને લઈને જુદી જુદી માન્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન