Giraffe And Lion Funny Fighting Video Goes Viral on Social Media
  • Home
  • Featured
  • પાછળથી વાર કરનારને જિરાફે આપ્યો એવો જવાબ, જુઓ વિડીયો

પાછળથી વાર કરનારને જિરાફે આપ્યો એવો જવાબ, જુઓ વિડીયો

 | 5:48 pm IST
  • Share

સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે હસી પડશો. આ વિડીયોમાં જંગલમાં ભટકતું એક જિરાફ દેખાઈ રહ્યું છે, જેમાં પર સિંહોનું ટોળું પાછળથી હુમલો કરે છે. પણ જેવું સિંહોનું ટોળું આ જિરાફ પર હુમલો કરે છે કે જિરાફ તેમને પગથી પાછળથી લાત મારી-મારીને પાડી નાખે છે. આ સમયે એવું લાગે છે કે જાણે જિરાફ તેમની જાતિ પર સિંહો દ્વારા થયેલા ભૂતકાળના અત્યાચારોનો બદલો લેતું હોય. 

એવું માનવામાં આવે છે કે જિરાફ વિશ્વની સૌથી શક્તિશાળી કિક મારી શકે છે અને તે કોઈપણ દિશામાં કિક મારી શકે છે. વિડીયોમાં દેખાય છે કે એક પછી એક સિંહ જિરાફ પર હુમલો કરે છે. જયારે જિરાફ તેની લાતથી પોતાનો બચાવ કરીને તેમને ઇજા પહોંચાડી રહ્યો છે. અંતે સિંહો ઘાયલ થઈને એક પછી એક જતા રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો