Girl child found in forest in vadnagar
  • Home
  • Gujarat
  • વડનગર: જંગલમાંથી નિષ્ઠુર જનેતાએ ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવી

વડનગર: જંગલમાંથી નિષ્ઠુર જનેતાએ ત્યજી દીધેલી નવજાત બાળકી મળી આવી

 | 11:13 am IST
  • Share

એવું કહેવાય છે કે, ઈશ્વર દરેક જગ્યાએ નથી પહોંચી શકતો, એટલા માટે તેણે માતાનું સર્જન કર્યું છે. માતા પોતાના બાળકનું જીવથી વધારે જતન કરે છે, પરંતુ આજના કળયુગમાં ફૂલ જેવા માસૂમ બાળકીને તરછોડી દેવામાં માતાને જરા પણ હિચકિચાટ નથી થતો. આવો જ એક કિસ્સો ઉત્તર ગુજરાતના વડનગરમાંથી સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં આવેલા સરણા ગામ ખાતેના જંગલ વિસ્તારમાંથી એક માસૂમ બાળકી જીવિત મળી આવી છે. જંગલ વિસ્તારની ઝાડીઓમાં મજૂરો કંકોડા વીણી રહ્યાં હતા. આ દરમિયાન તેમને નજીકમાંથી તાજી જન્મેલી બાળકી મળી આવી હતી.

એવું માનવામાં આવી રહ્યું છે કે, કોઈ મહિલાએ પોતાનું પાપ છુપાવવા માટે આ માસૂમને તરછોડી દીધું હોવું જોઈએ. હાલ નવજાત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે તેને તરછોડનારી અજાણી મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો