girl struggling to use a fuel pipe in the car at a petrol pump
  • Home
  • Featured
  • VIDEO: આ છોકરીએ પેટ્રોલ ભરવા માટે કર્યો હિમાલય ચઢવા જેટલો સંઘર્ષ, લોકોએ ભારે મજા લીધી

VIDEO: આ છોકરીએ પેટ્રોલ ભરવા માટે કર્યો હિમાલય ચઢવા જેટલો સંઘર્ષ, લોકોએ ભારે મજા લીધી

 | 5:26 pm IST

એક છોકરીનો વીડિયો આ દિવસોમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. તે પોતાની કાર લઈને પેટ્રોલ ભરવા આવે છે પણ લોકોના નિશાને ચડી જાય છે અને મજાકનું પાત્ર બની જાય છે. તે પોતાની કારને ઉંધી જગ્યાએ ઉભી રાખે છે અને પેટ્રોલ ભરવાની કોશિશ કરી રહી છે. એકની એક ભૂલ તે બીજી વખત કરે છે અને બાજુમાં ઉભેલા લોકો તેની મજા લે છે.

સતત બે વખત ભૂલ કર્યા બાદ છોકરી ત્રીજી વખત પણ એ જ ભૂલ કરે છે અને કારને બીજી સાઈડમાં ઉભી રાખે છે. જેના કારણે તે ફરીવાર પેટ્રોલ ભરવામાં અસમર્થ રહે છે. આ વીડિયોનું રેકોર્ડિંગ પેટ્રોલ પંપની બાજુમાં ઉભેલી કારની અંદર એક દંપતીએ કર્યું છે. સાથે જ આ વીડિયોના બેકગ્રાઉન્ડમાં તમે રેકોર્ડિંગ કરનાર શખ્સનો અવાજ પણ સાંભળી શકો છો. તો અહીં જુઓ આ સરસ ફન્ની વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન