girl studied with me in college looks at me, smiles, gives me notes, does she love me?
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • કોલેજમાં મારી સાથે ભણતી યુવતી મને જુએ છે, સ્મિત કરે છે, નોટ્સ આપે છે, એ મને લવ કરતી હશે?

કોલેજમાં મારી સાથે ભણતી યુવતી મને જુએ છે, સ્મિત કરે છે, નોટ્સ આપે છે, એ મને લવ કરતી હશે?

 | 7:31 pm IST
  • Share

યૌવનની સમસ્યા : સોક્રેટિસ

સર, હું કોલેજના ત્રીજા વર્ષમાં છું. મારે બહુ મોટું ફ્રેન્ડ સર્કલ નથી.  પરંતુ મને મારી સાથે ક્લાસમાં ભણતી છોકરી ભાવિકા (નામ બદલ્યું છે) બહુ ગમે છે. એ એની બેન્ચ પરથી ઘણીવાર મારી સામે જોયા કરતી હોય છે. ક્યારેક સ્મિત પણ કરે છે. બે વર્ષ બાદ હવે ત્રીજા વર્ષમાં એણે જ એક દિવસ મને હલ્લો કહી તું ક્યાં રહે છે એમ પૂછતા હું ખુશ થઈ ગયો. મેં પણ તેને પૂછયું, પછી મેં એની પાસે એની નોટ્સ માગી તો આપી. અમે બંને લાઈબ્રેરીમાં પણ સાથે થઈ જઈએ છીએ. તે એક બે બીજા છોકરાઓ સાથે વાતચીત કરે છે એટલે મને શંકા છે કે એ બીજા કોઈને લવ કરતી હોય તો! મને એના પ્રત્યે લવ છે. મારે તે મને લવ કરે છે કે નહીં તે જાણવા શું કરવું? એ મને સમજાવવા વિનંતી!

રણધીર (નામ બદલ્યું છે),

તારી કારકિર્દી માટે તું કોલેજમાં ત્રીજા વર્ષમાં ભણે છે અને તને પહેલા જ વર્ષથી એક તારી સહાધ્યાયી યુવતી ગમે છે. આ ગમવું એ આકર્ષણ તો છે જ, દરેક યુવક-યુવતીને કોઈને કોઈ ગમે અને ગમતું પાત્ર મળે, તારા કેસમાં હજી પ્રેમનું પહેલું પગથિયું જ છે. અરસપરસ જોયું, નજર ટકરાતા નજર ફેરવી લેવી, પછી નજર સાથે નજર મેળવવી, આગળ વધતા સ્મિત ફરકાવવું. આ બધી પ્રક્રિયામાં તમે નોટ્સની આપ-લે સુધી પહોંચી ગયા છો, હવે લાઈબ્રેરીમાં પણ સાથે હોવ છો. હવે તારે એને ક્યારેક કોલેજની કેન્ટિન કે હોટલમાં ટી-કોફી-બ્રેકફાસ્ટ મારે કહેવું. એ તૈયાર થશે જ! એ સિલસિલો લાંબો ચાલી શકે, ત્યારપછી હરવા, ફરવા, ફિલ્મ જોવા જવા માટે પણ કહેવું! એને આકર્ષણ હશે તો આગળ વધશે જ! એક વાત ખાસ ખ્યાલમાં રાખવી કે સ્પર્શ કરવામાં ઉતાવળ ના કરવી. અડપલાં તો કરવા જ નહીં. આવું કરવા બહુ ઈચ્છા થાય જ પરંતુ સંયમ રાખવો. પછી તે બધું થઈ શકે. એ સાનુકૂળ પ્રતિભાવ આપે એટલે આગળ વધવું. આ આમ તો સાહજિક પ્રક્રિયા છે. સૌ જાણે છે કે પ્રેમ પર કોઈ જોર હોતું નથી, એને તમે કાબૂમાં રાખી ના શકો. એ સમજદારી પર નિર્ભર છે. સામો પ્રતિભાવ તો આપવો જ જોઈએ નહીં તો પ્રેમમાં આગળ વધવું આઘરું પડે. હવે આ બધું વિચાર્યા પછી તારા માટે આમાંથી તને ફાવે તે રીતે તારે આગળ વધવું જોઈએ. અહીં એક વાત નોંધવી જરૂરી છે કે પ્રેમમાં કોઈ જ પગથિયાં નથી હોતા. એ પ્રથમ નજરે થઈ જાય અને ઘણા કેસમાં થોડા સમયમાં જ ફેંસલો થઈ જતો હોય છે. શારીરિક સંબંધ આધારિત લવ મુખ્યત્વે આકર્ષણ જ હોય છે. શારીરિક સુખ માણવાનો અર્થ પ્રેમ નથી થઈ જતો. પ્રેમ અદભુત અનુભૂતિ છે. તે વ્યાખ્યામાં બાંધી ના શકાય, પરંતુ તેમાં ત્યાગ, સમર્પણ મહત્ત્વના હોય છે. પ્રેમી પાત્રને ખુશ રાખવું, આનંદ આપવો, તેના માટે ઘસાવું વગેરે મહત્ત્વના હોય છે. અહીં તું જે રીતે આગળ વધી રહ્યો છે તે પ્રેમની જ દિશા છે. ભાવિકા પણ તારી જેમ જ આગળ વધી રહી હોવાનું જણાય છે તે અહીં એક શંકા દર્શાવી છે કે તેને બે ત્રણ બોયફ્રેન્ડ છે! એટલે એમાંથી કોઈને એ લવ કરતી હોય શકે. શંકા જેવું હોવું એ પ્રેમની નિશાની જ છે. તારે એ બાબતે પણ તપાસ કરી નિશ્ચિત થવું જોઈએ તને જે પ્રતિભાવ આપે છે તે દર્શાવે છે કે એને તારા પ્રત્યે લાગણી છે જ. હવે તું એની સાથે વાતચીત દરમિયાન ચા-કોફી પીતી વેળા એકાંતમાં આ બાબતે પૂછી શકે. તું એને તે એન્ગેજ છે કે કેમ? એવો સીધો સવાલ કરી જો જે! હશે તો કહી જ દેશે! એવું હોય તો એ લાઈબ્રેરીમાં એના બોયફ્રેન્ડ સાથે જ હોત અને તારી સાથે તારામૈત્રક કરત જ નહીં. ધારો કે એ પહેલીવાર ચા-કોફી પીવા આવવા ના પાડે તો નાસીપાસ ના થવું. વાતચીતનો દોર ચાલુ જ રાખવો. એ પછી પણ આવી શકે. એ જે હોય તે, પરંતુ તારે ક્યાંકથી પ્રારંભ તો કરવો જ પડશે!

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો