Global Hunger Index 2021: India slips to 101st spot
  • Home
  • Featured
  • પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં પણ ભારતમાં ભૂખમરો ‘ભયજનક’ સ્તરે

પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં પણ ભારતમાં ભૂખમરો ‘ભયજનક’ સ્તરે

 | 11:07 am IST
  • Share

  • ભારતમાં ભૂખમરા કે કુપોષણની સ્થિતિ ‘ભયજનક’ સ્તરે

  • ભારતે ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2021માં સતત બીજા વર્ષે પાછળ

  • ભારત 116 દેશોની યાદીમાં 94મા ક્રમેથી પાછળ ધકેલાઈને 101મા ક્રમે

     

ભારતમાં ભૂખમરા અથવા કુપોષણની સ્થિતિ ‘ભયજનક’ સ્તરે પહોંચી ગઈ છે. ભારત ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2021માં સતત બીજા વર્ષે પાછળ રહ્યું છે અને તે 116 દેશોની યાદીમાં 94મા ક્રમેથી પાછળ ધકેલાઈને 101મા ક્રમે પહોંચી ગયું છે. આમ, ભારતમાં ભૂખમરાની સ્થિતિ ખૂબ જ ગંભીર મનાય રહી છે. ભારતની સરખામણીમાં તેના પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને નેપાળની સ્થિતિ સારી કહી શકાય. 2020માં GHI ઈન્ડેક્સમાં ભારતની સ્થિતિ 102મા ક્રમેથી સુધરીને 94મા ક્રમે આવી હતી.

આખી દુનિયામાં ભૂખમરા અને કુપોષણની સ્થિતિ પર નજર રાખતી વેબસાઈટ ગ્લોબલ હંગર ઈન્ડેક્સે ગુરુવારે 116 દેશોની યાદી જાહેર કરી હતી, જેમાં ચીન, બ્રાઝિલ અને કુવૈત સહિત 18 દેશોનો પાંચથી ઓછા સ્કોર સાથે ટોચની રેન્કમાં સમાવેશ કરાયો હતો. આઈરિશ સંસ્થા કન્સર્ન વર્લ્ડવાઈડ અને જર્મન સંસ્થા વેલ્ટ હંગર હિલ્ફ દ્વારા તૈયાર કરાયેલા અહેવાલમાં ભારતમાં ભૂખમરાની સ્થિતિને ‘ભયજનક’ ગણાવવામાં આવી છે.

આ વખતે માત્ર 15 જ દેશો એવા છે જે આ યાદીમાં ભારત કરતાં પાછળ છે. પાપુઆ ન્યુ ગિનિયા (102), અફઘાનિસ્તાન, નાઇજીરિયા, કોંગો, મોઝામ્બિક, સિએરા લિયોન, હૈતી, લાઇબેરિયા, મેડાગાસ્કર, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, ચૈડ, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, યમન, અને સોમાલિયા જેવા દેશ જ ભારતથી આ યાદીમાં પાછળ છે. ભારત તેના પાડોશી દેશો કરતાં પણ પાછળ છે, આ યાદીમાં પાકિસ્તાન 92મા, નેપાળ 76મા અને બાંગ્લાદેશ 76મા નંબર પર છે.

જીએચઆઈના સ્કોરની ગણતરી ચાર પરિબળોના આધારે કરવામાં આવે છે. જેમાં કુપોષણ, પાંચ વર્ષથી નાના બાળકોમાં તેમની ઊંચાઈના પ્રમાણમાં ઓછું વજન, જે તીવ્ર કુપોષણ દર્શાવે છે, પાંચ વર્ષથી નાના બાળકોમાં તેમની વયના પ્રમાણમાં ઓછી ઉંચાઈ, જે ગંભીર કુપોષણ દર્શાવે છે અને બાળ મૃત્યુદર (પાંચ વર્ષથી ઓછા બાળકોનો મૃત્યુદર)નો સમાવેશ થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો