gmail down users unable to send and receive emails
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ફેસબુક, ઈન્સ્ટા, વોટ્સએપ પછી Gmail થયું ડાઉન, જાણો યૂઝર્સની ફરિયાદ

ફેસબુક, ઈન્સ્ટા, વોટ્સએપ પછી Gmail થયું ડાઉન, જાણો યૂઝર્સની ફરિયાદ

 | 6:56 pm IST
  • Share

  • ફેસબુક, ઈન્સ્ટા, વોટ્સએપ પછી Gmailનો વારો
  • Gmail ડાઉન થતાં જ જોવા મળ્યો યૂઝર્સમાં રોષ
  • જાણો કઈ મુશ્કેલીઓનો સામનો કર્યો યૂઝર્સે

 

હાલમાં જ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની સર્વિસ ડાઉન થઈ છે. હવે જીમેલ સર્વિસ કામ કરી રહી નથી. ભારતના અનેક ભાગમાં ગૂગલની આ ફ્રી ઈમેલ સર્વિસને એક્સેસ કરી શકાઈ રહી નથી. યૂઝર્સને મેલ સેન્ડ કરવામાં પણ મુશ્કેલી આવી રહી છે.

શું આવી રહી છે તકલીફો

મળતી માહિતિ અનુસાર 68 ટકા લોકોએ કહ્યું છે કે તેમને વેબસાઈટ એક્સેસ કરવામાં તકલીફ આવી રહી છે. 18 ટકા લોકોને સર્વર કનેક્શનમાં તકલીફ આવી રહી છે તો 14 ટકાને લોગઈનમાં તકલીફ આવી રહી છે.

અનેક લોકો ટ્વિટર પર કરી રહ્યા છે ટ્વિટ

#gmaildownની સાથે ટ્વિટ કરી રહ્યા છે. કંપનીની તરફથી આ માટેનું કોઈ કારણ અપાયું નથી. ભારતના અનેક ભાગમાં યૂઝર્સ જીમેલના ડાઉન રહેવાની ફરિયાદ કરી રહ્યા છે. હાલમાં સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુક પણ આઉટેજનો શિકાર બન્યું હતું. ગયા અઠવાડિયે પણ ઈન્સ્ટાગ્રામ 6 કલાકથી વધારે સમય માટે ડાઉન રહ્યું હતું. કંપનીએ કહ્યું કે રાઉટર કોન્ફિગ્રેશનમાં ખામીના કારણે આઉટેજ થયું. તેનાથી ફેસબુકને ઘણું નુકસાન પણ થયું હતું. હવે Gmailના ડાઉન પર ગૂગલના સ્ટેમેન્ટની રાહ યૂઝર્સ જોઈ રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો