Gold price today Rs 47,551 for 10 gram
  • Home
  • Business
  • સોનાના ભાવ આજે તૂટ્યા, જાણો આવનારા દિવસોમાં કેવું રહેશે બજાર

સોનાના ભાવ આજે તૂટ્યા, જાણો આવનારા દિવસોમાં કેવું રહેશે બજાર

 | 11:57 am IST
  • Share

  • આજે ડિસેમ્બર ડિલીવરીવાળા સોનાના ભાવમાં 0.24 ટકાનો ઘટાડો નોંધાયો

  • ચાંદીના ભાવમાં 0.32 ટકાનો ઝડપી ઘટાડો

  • સોનું એકવખત ફરીથી ધીમે ધીમે પ્રતિ દસગ્રામ 50000 રૂપિયા જવા તરફ

સોના-ચાંદીના ભાવમાં અત્યારે વોલેટાલિટી જોવા મળી રહી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ડિસેમ્બર ડિલીવરીવાળા સોનાના ભાવમાં 0.24 ટકાનો ઘટાડો નોંધાયો છે. તો ચાંદીના ભાવમાં 0.32 ટકાનો ઝડપી ઘટાડો થતાની સાથે વેપાર ચાલી રહ્યો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે દિવાળી પર ગોલ્ડમાં જોરદાર વેચાણ થયું. તહેવારોની સીઝન ખત્મ થયા બાદ હવે લગ્નની સીઝન શરૂ થઇ ગઇ છે. એવામાં સોના-ચાંદીના ભાવની વધતી માંગનું સમર્થન મળ્યું છે. સોનું એકવખત ફરીથી ધીમે ધીમે પ્રતિ દસગ્રામ 50000 રૂપિયા જવા તરફ છે.

જાણો શું છે સોના-ચાંદીના ભાવ

ઑક્ટોબર ડિલિવરીવાળા સોનાની કિંમત આજે 0.24 ટકાના ઘટાડા સાથે 47551 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર છે. તો આજના ટ્રેડિંગમાં ચાંદી 0.32 ટકા ઘટી ગઇ. આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂ.62,836 છે.

મિસ્ડ કોલ આપીને જાણો સોનાના ભાવ

આપને જણાવી દઇએ કે તમને આ રેટ્સની સરળતાથી ઘરે બેઠા માહિતી મેળવી શકો છો. તેના માટે તમારે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ આપવાનો છે અને તમારા ફોન પર મેસેજ આવી જશે, જેમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.

આ રીતે ચેક કરી શકો છો સોનાની શુદ્ધતા

હવે તમે જો સોનાની શુદ્ધતા ચેક કરવા માંગો છો તો તેના માટે સરકારની તરફથી એક એપ બનાવામાં આવી છે. ‘BIS Care app’થી ગ્રાહક સોનાની શુદ્ધતાની તપાસ કરી શકે છે. આ એપ દ્વારા માત્ર સોનાની શુદ્ધતાની જ તપાસ નહીં પરંતુ તેની સાથે જોડાયેલ કોઇપણ ફરિયાદ પણ કરી શકો છો.

આ એપમાં જો વસ્તુનું લાઇસન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો આવે છે તો ગ્રાહક તેની ફરિયાદ તરત જ કરી શકે છે. આ એપ દ્વારા તરત જ ગ્રાહકને ફરિયાદ નોંધાવા

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો