Gold rate 46 thousand, want to shop at weddings So this is the right time
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • લગ્નની સિઝન પહેલા જ સોનું થયુ સસ્તુ, રોકાણકારો માટે સારૂ રિટર્ન મેળવવાની ઉત્તમ તક

લગ્નની સિઝન પહેલા જ સોનું થયુ સસ્તુ, રોકાણકારો માટે સારૂ રિટર્ન મેળવવાની ઉત્તમ તક

 | 4:51 pm IST
  • Share

આ વર્ષે સોનાની કિંમતમાં કંઇ ખાસ વૃદ્ધિ થઇ નથી. પરંતુ લગ્નની સિઝન આવતાની સાથે જ સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. જોકે હાલમાં દિલ્હીમાં સોનાનો હાજર ભાવ (શુક્રવારે) 46,257 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહ્યો. એવું માનવામાં આવી રહ્યું છે કે, લગ્નની ખરિદી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવે. કારણ કે આમાં મોડુ કરવાનો મતલબ છે, સોનું દરરોજ મોંઘુ થવું અને તમારા ખિસ્સા પર તેની વધારે અસર થવી.

સોનાના ભાવ એપ્રિલ મહિનામાં સતત વધી રહ્યા છે. પીટીઆઇ અનુસાર, 1 એપ્રિલે દિલ્હીમા સોનાનો હાજર ભાવ 44,701 રૂપિયા હતો તો 5 એપ્રિલે તે 44,949 થઇ ગયો અને 8 એપ્રિલે તે 46160 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર પહોંચી ગયો. આાવામાં જેટલું સોનું ખરિદી લો, તેટલા જ ફાયદામાં રહેવાની સંભાવનાઓ છે.

સોનામાં લોકો રોકાણ કરે છે. આવામાં આ યોગ્ય સમય છે, જ્યારે સોનું ખરિદી લેવામાં આવે. જેથી સોનાના ભાવ વધતાની સાથે જ સારૂ રિટર્ન હાંસલ કરી શકાય. હાલમાં સોનાના ભાવ 46 હજારની પાસે છે. પરંતુ એપ્રિલ મહિનાના અંત સુધીમાં તેના ભાવ વધવાની સંભાવના છે. કારણ કે મે મહિનામાં અક્ષય તૃતિયા પણ છે. તે સમયે લોકો સોનું ખુબ ખરિદે છે. આવામાં મે મહિનામાં સોનાના ભાવ વધવાથી આ સમયે ખરિદારી કરી ચૂકેલા લોકોને સારા રિટર્નનની તક મળશે.

સૌથી સારી વાત એ જણાવી દઇએ કે, પ્રતિ દિવસના હિસાબે સોનાના જે ભાવ વધી રહ્યા છે તે આંતરરાષ્ટ્રીય બજારના કારણે નથી. હાલમાં જે ભાવ છે તેવું પ્રમુખ કારણ રૂપિયાનું સતત ધોવાણ છે. અને આગળના સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ વધશે, તો ભારતીય બજારમાં પણ તેની કિંમત વધી જશે.

આ વીડિયો પણ જુઓ : વિજળી ઉત્પન્ન કરવાનો નવો રસ્તો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન