Good News For Center Employee: DA increased to 28%
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચારઃ મોંઘવારી ભથ્થું 28% સુધી વધારવામાં આવ્યું

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચારઃ મોંઘવારી ભથ્થું 28% સુધી વધારવામાં આવ્યું

 | 1:55 pm IST
  • Share

લાંબા સમયથી મોંઘવારી ભથ્થાની રાહ જોઈને બેસેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા પર લાગેલી રોક કેન્દ્ર સરકારે હટાવી લીધી છે. અને કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું 17 ટકાથી વધારીને 28 ટકા કરી દીધું છે તેવી માહિતી સુત્રો દ્વારા પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે કેન્દ્ર સરકારે કર્મચારીઓના ડીએ અને પૂર્વ કર્મચારીઓના મોંઘવારી રાહત પર રોક લગાવી દીધી હતી. કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈથી મોંઘવારી ભથ્થું મળશે. 

બુધવારે પીએમ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે કેન્દ્ર સરકાર દ્વારા ડીએ વધારી દેવામાં આવતાં કેન્દ્રીય કર્મચારીઓને સપ્ટેમ્બરથી બમ્પર સેલરી આવવાની આશા છે. 

કોરોનાને કારણથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનકર્મીઓને એક જાન્યુઆરી 2020, એક જુલાઈ 2020 અને એક જાન્યુઆરી 2021માં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતના 3 હપ્તા પર રોક લગાવી દીધી હચતી. તેનાથી 50 લાખથી વધારે કર્મચારીઓ અને 61 લાખ પેન્શનર્સને ફાયદો થશે.

શું હોય છે મોંઘવારી ભથ્થું?

મોંઘવારી ભથ્થું પગારનો એક હિસ્સો હોય છે. આ કર્મચારીની મૂળ વેતનના એક નિશ્ચિત ટકા હોય છે. દેશમાં મોંઘવારીની અસરને ઓછી કરવા માટે સરકાર પોતાના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની ચૂકવણી કરે છે. તેનાથી સમય-સમય પર વધારવામાં આવે છે. રિટાયર કર્મચારીઓને પણ તેનો લાભ મળે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન