Good news for state workers: Nitin Patel announcement of the central government '
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • રાજ્યના કર્મીઓ માટે ખુશખબર: નીતિન પટેલે કહ્યું- કેન્દ્ર સરકારની જાહેરાતના સવાયા લાભ સાથે મોંઘવારી ભથ્થું આપીશું’

રાજ્યના કર્મીઓ માટે ખુશખબર: નીતિન પટેલે કહ્યું- કેન્દ્ર સરકારની જાહેરાતના સવાયા લાભ સાથે મોંઘવારી ભથ્થું આપીશું’

 | 3:06 pm IST
  • Share

આજે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેક્સિનેશનની પ્રક્રિયાને લઇને એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોરોનાના થર્ડ વેવને લઇને રાજ્ય સરકાર ગંભીર છે. જેના કારણે કોરોના આરટી પીસીઆર ટેસ્ટમાં ધરખમ ઘટાડા સાથે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. રાજ્યમાં હવે ધીમે ધીમે છૂટછાટ પણ આપવામાં આવી રહી છે, ત્યારે રાજ્યમાં તમામ નાગરિકોને વેક્સિન આપીને સુરક્ષિત કરવાનો નિર્ણય કરાયો છે.

આજે સરકારી કર્મચારીઓના અટકાયેલ મોંઘવારી ભથ્થા સંદર્ભે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે નિવેદન આપ્યું જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે જાહેરાત કરાઈ છે તેના સવાયા લાભ સાથે રાજ્ય સરકાર કર્મચારીઓ માટે ટૂંક સમય મોંઘવારી ભથ્થાની જાહેરાત કરાશે.

અત્રે નોંધનીય છે કે, ગુજરાત સરકારે આજે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે ખાનગી લેબમાં આરટી-પીસીઆરટ ટેસ્ટ 400 રૂપિયામાં થશે. સરકારે ટેસ્ટમાં 300 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અગાઉ ખાનગી લેબમાં 700 રૂપિયા ટેસ્ટ માટેના લેવાતા હતા. ત્યારબાદ દર્દીના ઘરે જઈને ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. દર્દીના ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 550 રૂપિયા લેવામાં આવશે. જ્યારે અગાઉ દર્દીના ઘરે RTPCR ટેસ્ટ માટે 900 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. સરકારી હોસ્પિટલોમાં કોરોનાના મફતમાં ટેસ્ટ કરવામાં આવે છે.

એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટના 2700 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ પહેલાં એરપોર્ટ પર તેના 4 હજાર રૂપિયા આરટી-પીસીઆરના લેવામાં આવતા હતાં. હવેથી આગામી રવિવારે જેઓને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવાનો બાકી હશે તેઓને પણ હવે રસી આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન