Governor Jagdeep Dhankhar approval to prosecute 4 TMC leaders
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બાબુલ સુપ્રિયોને પોલીસે પાઠવ્યું સમન્સ, TMCના 4 નેતા સામે કેસ ચલાવવા રાજ્યપાલની મંજૂરી

બાબુલ સુપ્રિયોને પોલીસે પાઠવ્યું સમન્સ, TMCના 4 નેતા સામે કેસ ચલાવવા રાજ્યપાલની મંજૂરી

 | 10:48 pm IST
  • Share

પશ્ચિમ બંગાળ પોલીસે કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયો(Union minister Babul Supriyo)ને સમન્સ જારી કર્યું છે. તેઓને નોટિસ મળ્યાના 3 દિવસની અંદર હરોરા પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા જણાવાયું છે. તેમને U/S 41 (A) CRPC હેઠળ નોટિસ આપવામાં આવી છે.

TMC નેતાઓ પર કેસ ચલાવવામાં આવશે

બીજી તરફ મમતા બેનર્જીના મંત્રીમંડળના શપથ લેવાના કલાકો પહેલાં બંગાળના રાજ્યપાલે સીબીઆઈને બંગાળના ચાર ભૂતપૂર્વ પ્રધાનો અને ટીએમસી નેતાઓ, ફિરહદ હકીમ, સુબ્રત મુખરજી, મદન મિત્રા અને સોવન ચેટરજી સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી છે. બંગાળના રાજ્યપાલે કહ્યું છે કે મંત્રીમંડળ સંભાળ્યા પછી આ લોકો કમિશનના ગુનામાં સામેલ થયા હતા અને તપાસના આધારે આ આરોપોને મંજૂરી આપવામાં આવી છે. સીબીઆઈ સૂત્રો કહે છે કે, જાન્યુઆરીમાં રાજ્યપાલ પાસે મંજૂરી માંગવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આવતીકાલે કુલ 43 પ્રધાનો શપથ લેશે, જેમાંથી 24 કેબિનેટ મંત્રી અને 19 એમઓએસ છે.

રાજ્યપાલ સાથે ટકરાવ યથાવત

આ અગાઉ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે ચૂંટણી પછીની હિંસા સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વિશે જાગૃત ન હોવા અંગે ચીફ સેક્રેટરી અને ડીજીપી સામે નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યપાલે તેઓને પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિથી માહિતગાર કરવા શનિવારે સાંજે મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાય અને પોલીસ મહાનિદેશક વીરેન્દ્રને રાજ ભવનમાં બોલાવ્યા હતા. બંને અધિકારીઓને મળ્યા બાદ ધનખડે ટ્વીટ કર્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ છે કે બંને અધિકારીઓ માંગેલા રિપોર્ટ સાથે આવ્યા નહીં. તેમને વિલંબ કર્યા વગર જાણ કરવા સૂચના આપવામાં આવી હતી. આ પ્રકારનું વલણ ખૂબ પીડાદાયક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન