graham yoga in Taurus know effects your zodiac sign
  • Home
  • Astro
  • ચંદ્ર -રાહુની યુતિથી આ રાશિમાં રચાશે ગ્રહણ યોગ, આગામી ત્રણ દિવસ ભારે

ચંદ્ર -રાહુની યુતિથી આ રાશિમાં રચાશે ગ્રહણ યોગ, આગામી ત્રણ દિવસ ભારે

 | 3:10 pm IST
  • Share

  • ચંદ્ર અને રાહુની યુતિથી વૃષભ રાશિમાં રચાશે ગ્રહણ યોગ
  • ત્રણ દિવસ સુધી વૃષભ રાશિના ખુબ ભારે
  • કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોએ સાવધાન રહેવું    

 

ચંદ્ર અન્ય ગ્રહોની સાથે મળીને અનેક શુભ અને અશુભ યોગ બનાવે છે. આવી સ્થિતિમાં જ્યારે ચંદ્ર રાહુ સાથે યુતિમાં હોય ત્યારે ગ્રહણ યોગ બને છે, જે અત્યંત અશુભ ગણાય છે. જે લોકો પર તે વર્ચસ્વ ધરાવે છે તેમની માનસિક સ્થિતિ પર તેની ખરાબ અસર પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્ર સાથે રાહુની યુતી થાય તો સંબંધ બગડે છે. જેના કારણે વ્યક્તિના વિચારોમાં નકારાત્મકતા વધે છે અને તે ખરાબ વિચારોથી ઘેરાઈ જાય છે, આ માનસિકતાને કારણે સમસ્યાઓ થવા લાગે છે.

આજે ચંદ્રમાં વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, રાહુ પહેલાજ બીરાજમાન છે. બંને ગ્રહો એક સાથે આવવાથી ગ્રહણ યોગ બની રહ્યો છે. વૃષભ રાશિમાં ગ્રહણ યોગ બનવાથી કન્યા, તુલા, વૃશ્ચિક રાશિના જાતકોએ ખુબજ સાવધાન રહેવાની જરૂર છે. વૃષભ રાશિમાં 25 ઓક્ટોબર સોમવાર બપોરે 2 કલાક 37 મિનિટ ગ્રહણ યોગ સમાપ્ત થશે. એટલે કે ત્રણ દિવસ સુધી વૃષભ રાશિની સાથે કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

ગ્રહણ યોગ ક્યારે બને 

જાતકની જન્મ કુંડળીમાં 12માં ભાવમાંથી કોઇ પણ ભાવમાં સૂર્ય અને ચંદ્રમાં સાથે રાહુ કે કેતુમાંથી કોઇ એક પાપી ગ્રહ બીરાજમાન હોય તો ગ્રહણ યોગની રચના થાય છે. જે ભાવમાં ગ્રહણ યોગ બને છે તે ભાવ સંબંધીત પરિણામો પર ખરાબ અસર થાય છે. તેને ખુબજ અશુભ યોગ માનવામાં આવે છે. ચંદ્રમા રાહુનો યોગ બનવાથી વ્યક્તિની નીંદર ઓછી થાય છે. ખરાબ વિચારો શરૂ થઇ જાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો