Guillain barre syndrome one more threat after corona in Ahmedabad
  • Home
  • Ahmedabad
  • કોરોના બાદ નવો ખતરો, અમદાવાદમાં ગુલિયન બેરી સિન્ડ્રોમના દર્દીઓ વધ્યા

કોરોના બાદ નવો ખતરો, અમદાવાદમાં ગુલિયન બેરી સિન્ડ્રોમના દર્દીઓ વધ્યા

 | 4:30 pm IST
  • Share

  • અમદાવાદમાં ગુલિયન બેરી સિન્ડ્રોમનો ખતરો
  • વાયરલ ઈન્ફેક્શન બાદ થતી બીમારી GBS
  • સિવિલમાં 45 દિવસમાં 35 કેસ, 2ના મોત

 

કોરોનાની સંભવિત ત્રીજી લહેરની આશંકા વચ્ચે અમદાવાદમાં નવા ખતરાનું સંકટ તોળાઈ રહ્યું છે. જેમાં શહેરમાં ગુલિયન બેરી સિન્ડ્રોમના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યાં છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગુલિયન બેરી સિન્ડ્રોમ (GBS)નામની બીમારીના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 45 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં GBSના 35 કેસ નોંધાયા છે. જે પૈકી 2 દર્દીઓના મોત થયા છે.

જણાવી દઈએ કે, દર 1 હજારે 4 વ્યક્તિઓમાં ગુલિયન બેરી સિન્ડ્રોમ નામની બીમારી જોવા મળે છે. મોટાભાગે ડેન્ગ્યુ, મેલેરિયા તેમજ ચિકનગુનિયા જેવા વાયરલ ઈન્ફેક્શન બાદ આ બીમારી થતી હોય છે.

શું છે ગુલિયન બેરી સિન્ડ્રોમ?
ગુલિયન બેરી સિન્ડ્રોમ નર્વસ સિસ્ટમ સાથે સંકળાયેલી બીમારી છે. આ બીમારીની શરૂઆતમાં દર્દીને શરીરમાં નબળાઈ જણાય છે અને હાથ-પગમાં કળતરનો અનુભવ થાય છે. જ્યારે હાર્ટ બીટ પણ અનિયમિત થઈ જાય છે. આ બીમારીની સમયસર સારવાર ના કરવામાં આવે, તો લકવો પણ થઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો