Gujarat, 1,11,228 non-NFSA cards were issued for wrongly taking foodgrains under the Food Security Act
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં અન્ન સુરક્ષા કાયદા હેઠળ ખોટી રીતે અનાજ લેતા 1,11,228 કાર્ડ નોન NFSA કરાયા

ગુજરાતમાં અન્ન સુરક્ષા કાયદા હેઠળ ખોટી રીતે અનાજ લેતા 1,11,228 કાર્ડ નોન NFSA કરાયા

 | 6:42 pm IST
  • Share

કેંદ્ર સરકારના સહયોગથી રાજ્ય સરકાર દર મહિને 71 લાખ કરતા વધુ NFSA કાર્ડ ધારકોને મફત અનાજ ચુકવાય છે. જોકે કેટલાક લોકો ખોટી રીતે આ અન્ન સુરક્ષા કાયદા હેઠળ અનાજ લેતા હોવાનુ ધ્યાને આવતા સરકાર આવા કાર્ડ ધારકોના NFSA કાર્ડ રદ કરવાની શરુઆત કરી છે. છેલ્લા છ મહિનામા જ એક લાખ કરતા વધુ કાર્ડ નોન NFSA કરાયા છે.

ગરીબી રેખા નીચે જીવતા અને રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદા અંતર્ગત લોકોને સરકાર મફત અથવા તો સસ્તા દરે અનાજ આપે છે. રાજ્યની અલગ અલગ 17,000 જેટલી સસ્તા અનાજની દુકાનો મારફતે અનાજ આપવામાં આવે છે. જો કેટલાક કાર્ડ લાંબા સમયથી ઉપયોગ નથી થયા અથવા ખોટી રીતે અનાજ લઈ લેવાતું હોવાની અલગ-અલગ ફરીયાદો આવતા હવે આવા કાર્ડ સામે કડકાઈ કરવાની શરૂઆત થઈ છે. એક તરફ સાયલન્ટ કાર્ડ ચોકસાઇ કરીને નોન NFSA કરવાની કામગીરી હાથ ધરાઈ છે તો બીજી તરફ નિમયો અંતર્ગત જેને ખોટા લાભ મળે છે તેમના કાર્ડ પણ નોન NFSA કરાઈ રહ્યા છે.

આખા રાજ્યમા છેલ્લા છ મહિનામા 1 લાખ 11 હજાર 228 કાર્ડ નોન NFSA થયા છે. જેમા સૌથી વધુ પાટણ જિલ્લામાં 21834 કાર્ડ નોન એનેફેસે કરાયા છે. જ્યારે આશ્ચર્યજનક રીતે અમદાવાદ શહેરમા માત્ર 88 કાર્ડ જ નોન NFSA કરવામા આવ્યા છે.

મુખ્ય જિલ્લા જેમા વધુ કાર્ડ નોન NFSA થયા

પાટણ 21834
રાજકોટ 9687
સુરત 9129
સુરેંદ્રનગર 8686

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન