Gujarat: Amreli Fisherman Catches Rich Haul Finds 800 Magru Fishes
  • Home
  • Featured
  • અમરેલીમાં માછીમારને દરિયામાં લોટરી લાગી, કોઈને હાથ ન લાગે તેવી વસ્તુ હાથે લાગતા કરોડપતિ બન્યો

અમરેલીમાં માછીમારને દરિયામાં લોટરી લાગી, કોઈને હાથ ન લાગે તેવી વસ્તુ હાથે લાગતા કરોડપતિ બન્યો

 | 4:50 pm IST

આપણે ત્યાં કહેવત છે કે, કૃદરત આપે ત્યારે દીલ ખોલીને આપે છે. આવી જ એક ઘટના અમરેલીમાંથી જાણવા મળી રહી છે. અમરેલીના એક માછીમારના હાથમાં કિંમતી ખજાનો લાગી ગયો છે. જેમાં જાફરાબાદનો એક માછીમાર કાનજી રામજી તેમના નિત્યક્રમ મુજબ દરિયામાં માછલી પકડવા નીકળ્યો હતો.

માછલીઓની શોધમાં જાળ બિછાવતા તેને દરિયામાંથી 50 નોટીકલ માઈલ દૂર દુર્લભ એવી જાળમાં મગરુ નામની દુર્લભ એવી 800 માછલીઓ ફસાઈ ગઈ હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમરેલીના જાફરાબાદના ફિશરમેનને મગરુ નામની દુર્લભ મહાકાય માછલી મળી આવી છે. જાફરાબાદથી 60 નોટિકલ્સ માઈલ દૂર 450 કિલોની આ દુર્લભ માછલી મળી આવતા તેને જેટી પર લઈ આવવામાં આવી.

આ માછલીમાં કોડલીવર ઓઈલનો મુખ્ય સ્ત્રોત હોવાની માન્યતા છે. આ માછલીને જેટીથી વેરાવળ મોકલવામાં આવી છે. મહાકાય માછલીને બોટમાંથી ઉંચકવા ક્રેઈનની મદદ લેવામાં આવી છે. આ માછલીને જોવા જાફરાબાદ જેટી પર લોકોનો ટોળે ટોળા ઉમટી પડ્યા.

જાફરાબાદના ફિશરમેનને મગરુ નામક દુર્લભ મહાકાય માછલી મળી આવતા લોકો ભેગા થઈ ગયા હતા. જાફરાબાદથી 60 નોટિકલ્સ માઇલ દૂર 450 કિલોની દુર્લભ માછલી મળી આવતા જેટી પર લવાઈ હતી.

એવું કહેવાય છે કે, દરિયામાંથી મળી આવેલ મગરુ માછલી કોડલીવર ઓઇલનો મુખ્ય સ્ત્રોત હોવાની માન્યતા છે. ત્રણ ચાર દિવસ પહેલા 60 નોટિકલ્સ માઇલ દૂર દરિયામાં મળી આવેલ મગરુ નામક માછલીને વેરાવળ મોકલી દેવાઈ છે.

આ પણ જુઓ વીડિયો: ગોંડલમાં 7 અનાથ દીકરીઓના શાહી લગ્નોત્સવ યોજાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન