Gujarat Banaskantha A Standard 10 Pass Person Made Unique Panipuri ATM Machine
  • Home
  • Videos
  • Featured Videos
  • પાણીપુરીના રસિયાઓ માટે ગુજરાતના ધો.10 પાસ યુવાને ATM જેવું મશીન બનાવ્યું, Video જોઈને કહેશો વાહ

પાણીપુરીના રસિયાઓ માટે ગુજરાતના ધો.10 પાસ યુવાને ATM જેવું મશીન બનાવ્યું, Video જોઈને કહેશો વાહ

 | 1:43 pm IST

હાલ કોરોના વાયરસના કારણે પાણીપુરીના રસિયાઓ જબરા પ્યાસા બન્યા છે. પરંતુ હાલ બનાસકાંઠામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. પાણીપુરીના રસિયાઓને પાણીપુરી મળી રહે તેના માટે એક એક વ્યક્તિએ એટીએમ જેવું જબરદસ્ત મશીન બનાવ્યું છે. એક 10 ધોરણ પાસ વ્યક્તિએ નવરાશના સમયનો સદઉપયોગ કરી એક અનોખુ પાણીપુરીનું એટીએમ મશીન બનાવી દીધુ છે. જેમાં ગ્રાહક જાતે જ પૈસા નાખી મનપસંદ પકોડી ખાઈ શકે છે.

બનાસકાંઠાના રવીયાણા ગામના ધોરણ-10 પાસ ભરત પ્રજાપતિ નામના યુવાને હાલ આ મશીન બનાવીને એક મોટી મિશાલ ઉભી કરી નાંખી છે. આ મશીનમાં એક સાથે 3 પાણીપુરી તૈયાર થાય છે. આ મશીન બનાવતા તેને લગભગ 5-6 મહિના જેટલો સમય લાગ્યો છે. ભરત પ્રજાપતિએ વેસ્ટ વસ્તુઓમાંથી એક બેસ્ટ મશીન તૈયાર કર્યું છે. આ મશીન કોરોનાવાયરસના સમયમાં લોકોને હાઈજેનિક રીતે પકોડી ખવડાવશે.

આ મશીન એક એટીએમ સિસ્ટમ જેવું જ છે. જેમાં પૈસા નાખવાથી પકોડી બહાર આવે છે. તમારે તેના માટે સૌપ્રથમ મશીનમાં સ્ટાર્ટ બટન દબાવવાનું રહે છે. ત્યારબાદ કેટલા રૂપિયાની પકોડી ખાવી છે, તે રકમ લખવાની રહે છે. રકમ લખ્યા બાદ ગ્રાહકે, મશીનમાં નીચેની સાઈડે આપેલી જગ્યામાં રૂપિયાની નોટ અંદર નાખવાની, એટલે મશીન નોટને સ્કેન કરી ઓળખી લેશે કેટલા રૂપિયાની નોટ છે. ત્યારબાદ એન્ટર બટન દબાવવાનું રહેશે, એટલે એક એક કરી મનપસંદ પકોડી તૈયાર થઈ બહાર આવશે, જે ગ્રાહક જાતે જ લઈ ખાઈ શકે છે.

રવિયાણા જેવા નાનકડા ગામમાં રહેતા ભરતભાઈ ઈલેક્ટ્રીક મોબાઈલની દુકાન ચલાવે છે. તેમને પરિવારમાં 3 છોકરા છે. તેમને લોકડાઉન પહેલા જ આ પ્રકારનું મશીન બનાવવાનો આઈડીયા આવ્યો હતો, એવામાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું, બસ આ સમયે નવરાશનો સદઉપયોગ કરી કામે લાગી ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન