Gujarat Board's standard 12 examination canceled
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ગુજરાત સરકારનો યુ-ટર્ન, ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરાઈ

કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ગુજરાત સરકારનો યુ-ટર્ન, ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ કરાઈ

 | 1:08 pm IST
  • Share

ગુજરાતમાં ધોરણ 12ની બોર્ડના પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે એક રાહતના સમાચાર મળી રહ્યા છે. ગુજરાત સરકારે ધોરણ.12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યની કેબિનેટની બેઠકમાં બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. CBSEએ ધોરણ 12ની પરીક્ષા રદ કરતા હવે ગુજરાતમાં પણ ધો.12ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડે મંગળવારે ધોરણ 12 બોર્ડ અને ધોરણ 10માં રીપીટરની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. પરંતુ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવતા આજે મળનાર કેબિનેટ બેઠકમાં પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રાખવો કે પરીક્ષા રદ કરવી તે અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

રાજ્યના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂ઼ડાસમાએ રાજ્યના કેબિનેટ મીટિંગ પુરી થયા બાદ એક નિવેદન આપ્યું છે, તેમણે જણાવ્યું કે, હાલની પરિસ્થિતિને જોતા ધોરણ- 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. કેન્દ્રની ગાઈડલાઈન મુજબ હવે આગામી કાર્યવાહી થશે. PMએ દેશને ધ્યાનમાં રાખી ગઈકાલે CBSEની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. હવે નવા શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ થશે.

અત્રે નોંધનીય છે કે, CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. અને CBSEની પરીક્ષા રદ્દ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં બોર્ડની પરીક્ષાની ફેર વિચારણા અંગે ચોક્કસ નિર્ણય લેવામાં આવ્યો છે.

પીએમ નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ PM નરેન્દ્ર મોદીએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ધો.12 સાયન્સના 1.40 લાખ અને સામાન્ય પ્રવાહના 5.52 લાખ મળીને 6.92 લાખ વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓની તા.1 જૂનથી પરીક્ષા લેવાનો નિર્ણય કરી પરીક્ષા કાર્યક્રમ પણ મંગળવારે જાહેર કર્યો હતો. રાજ્યના દરેક જિલ્લામાં પરીક્ષા કેન્દ્રો છે ત્યાં પરીક્ષાની તૈયારીઓ પણ હાથ ધરવામાં આવી હતી. ત્યારે રાજ્ય સરકારે કોરોનાકાળમાં આ નિર્ણય લેતા વિદ્યાર્થીઓની સાથે વાલીઓની ચિંતા પણ દૂર થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન