Gujarat CM Approves for Ahmedabad Road Resurface
  • Home
  • Ahmedabad
  • અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રૂ. 35 કરોડના ખર્ચે રોડ રિસરફેસ કરાશે

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રૂ. 35 કરોડના ખર્ચે રોડ રિસરફેસ કરાશે

 | 10:32 pm IST
  • Share

  • 18 જગ્યાના રોડ રિસરફેસ માટે રૂ.90 કરોડના ખર્ચની દરખાસ્ત મંજૂર

  • શહેરી સડક યોજના અંતર્ગત 60 ફૂટથી મોટા રસ્તાના કામો માટેની દરખાસ્ત પાસ

  • ઉત્તર ઝોન માટે રૂ.11.90 કરોડ, જ્યારે મધ્ય ઝોન માટે 11.60 કરોડ ખર્ચાશે

શહેરી સડક યોજના અંતર્ગત 60 ફૂટથી મોટા રસ્તાઓના કામો માટે રાજ્યના મુખ્યમંત્રીએ શહેરનાં 18 જગ્યાના રસ્તાના રિસરફેસ માટેની રૂ.90 કરોડના ખર્ચ અંગેની મ્યુનિ.ની દરખાસ્તને મંજૂર કરી છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારના રસ્તાના કામો માટે રૂ.35 કરોડનો ખર્ચ મંજૂર થયો છે. એટલે પૂર્વ વિસ્તારમાં રસ્તાના રિસરફેસનાં 9 કામો કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદ મહાનગરમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળ 90 કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 2021-22ના વર્ષમાં આ યોજના અંતર્ગત 60 ફૂટથી મોટા રસ્તાને દુરસ્ત કરવાના 18 કામો માટે આ રકમ ભૂપેન્દ્ર પટેલે મંજૂર કરી છે.

જે 18 કામો માટે આ રકમ મંજૂર કરી છે. તેમાં શહેરનાં પૂર્વ વિસ્તાર માટે પૂર્વ ઝોનના 2 કામો માટે રૂ. 11.50 કરોડ, મધ્ય ઝોનમાં 4 કામો માટે રૂ. 11.60 કરોડ, ઉત્તર ઝોનમાં 3 કામોના રૂ. 11.90 કરોડના વિવિધ કામોનો સમાવેશ થાય છે. જેના કારણે છેલ્લા ઘણા સમયથી બિસ્માર રોડની સમસ્યાનો અંત આવશે.

પૂર્વ વિસ્તારના ઝોન દીઠ રસ્તા રિસરફેસની વિગત

1. પૂર્વ ઝોનના વિરાટનગર ફુવારાથી એસપી રિંગરોડ
2. મધ્ય ઝોનનાં ફોરેન્સીક ચાર રસ્તાથી રત્નાસાગર ચાર રસ્તા થઇ રામેશ્વર ચાર રસ્તા સુધીનો રસ્તો
3. મધ્ય ઝોનના સજાનંદ સાડી સેન્ટરથી રોહીદાસ ચાર રસ્તાથી કલાપીનગર છેલ્લા બસ સ્ટેન્ડ સુધીનો રસ્તો
4. મધ્ય ઝોનના દધીચી બ્રિજથી પોલીસ કમિશ્નર કચેરી સુધીનો રોડ
5. મધ્ય ઝોનના દધીચી બ્રિજ ઘાસ બજાર થઇ દિલ્હી દરવાજા BRTS રોડ, દરિયાપુર દરવાજા થઇ પ્રેમ દરવાજાથી દિલ્હી દરવાજાથી દરિયાપુર દરવાજા સુધીનો રસ્તો
6. ઉત્તર ઝોનમાં બાપા સીતારામ ચોકથી અવની સ્કાય ચાર રસ્તાથી મેવાડા પાર્ટી પ્લોટથી સત્યમ પંમ્પિંગથી અરિહંતનગર કેનાલથી માછલી સર્કલ સુધીનો રસ્તો
7. ઉત્તર ઝોનમાં દેવી સિનેમાથી નરોડા સ્મશાન(ખારીકટ કેનાલ) તથા ગેલેક્ષીથી પંચાયત ઓફિસ રોડ સુધીનો રસ્તો
8. ઉત્તર ઝોનમાં રાજાવીર સર્કલથી કુબેરનગર ફાટક સુધીનો રસ્તો
9. પૂર્વ ઝોનમાં ગોવર્ધન ગેલેક્ષીથી ફોરચ્યુન સર્કલ થઇ ભક્તિ સર્કલ વાયા સ્વામિનારાયણ મંદિર સુધીનો રસ્તો

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો