CM bhupendra patel visit -jagannath-temple and naranpura flying kite
  • Home
  • Ahmedabad
  • ભૂપેન્દ્ર પટેલે નારણપુરામાં પતંગ ચગાવ્યો, માણી ચીકીની જયાફત

ભૂપેન્દ્ર પટેલે નારણપુરામાં પતંગ ચગાવ્યો, માણી ચીકીની જયાફત

 | 11:10 am IST
  • Share

  • CM ઉતરાયણના પર્વ નિમિતે જગન્નાથ મંદિરે કર્યા દર્શન

  • મકર સંક્રાંતિની પાઠવી શુભેચ્છાઓ 

  • નારણપુરામાં પતંગ ચગાવી માણી ચિકીની જયાફત

 

મકર સંક્રાંતિએ દાન-પુણ્યનો અનેરો મહિમા હોય છે. જેને લઇને લોકો ખાસ કરીને ગાયને ઘાસ ખવડાવે છે. જ્યારે આ વચ્ચે સવારે રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના જગન્નાથજી મંદિર ખાતે પ્રભુના દર્શનનો લાભ લીધો હતો. આ ઉપરાંત ગૌમાતાને ઘાસચારો ખવડાવી દ્રરિદ્રનારાયણને લાડુ વિતરણ કર્યા હતાં. આ પ્રસંગે તેમણે વિશ્વને કોરોના મુક્ત કરવા અંગે પ્રાર્થના કરી હતી, ત્યાર બાદ તેઓ નારણપુરાની મુલાકાત લીધી હતી અને જ્યાં સીએમ ભુપેન્દ્ર પટેલે પતંગ ચગાવ્યો હતો. તેમજ ચીકીની જયાફત માણી હતી.


આ પ્રસંગે તેમણે વિશ્વને કોરોના મુક્ત કરવા અંગે પ્રાર્થના કરી હતી, જે બાદ તેઓ નારણપુરાની મુલાકાત લીધી હતી અને જ્યાં સીએમ ભુપેન્દ્ર પટેલે પતંગ ચગાવ્યો હતો. આ સિવાય ચીકીની જયાફત માણી હતી.

ઉત્સાહ અને ઉમંગના પર્વ એટલે ઉત્તરાયણ માં ક્યારેક પતંગ રસિયાઓ ની મજા પરંતુ આકાશમાં ઉડતા પક્ષીઓ ની સજા બની જતું હોય છે દોરી થી પક્ષીઓ ઘાયલ થતાં ઝાડ પણ કેવાય ઉપર લટકતા જોવા મળતા હોય છે ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે વિવિધ જગ્યાએ પક્ષી સારવાર કેન્દ્રોની મુલાકાત લેશે અને દોરીથી ઘવાયેલા પશુઓ માટે થતાં નીદાનનું રૂબરૂ જઈ પરીક્ષણ કરશે.

રાજ્યના સૌ નાગરિકોને ઉત્તરાયણ-મકરસંક્રાંતિના પાવન પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવું છું.ઉત્સવ સૌને ઉન્નતિ ના પંથે લઈ જઈ પ્રગતિ અને વિકાસ માટેનો અવસર બને તેમજ સામાજિક સદભાવના વાહક બની રહે તેવી મનોકામના.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો