Gujarat Congress leader raise question on Covid Vaccination in rajkot
  • Home
  • Gujarat
  • રાજકોટ મનપાના 100% વૅક્સિનેશનના દાવા પર સવાલ, ન્યાયિક તપાસની માંગ

રાજકોટ મનપાના 100% વૅક્સિનેશનના દાવા પર સવાલ, ન્યાયિક તપાસની માંગ

 | 4:22 pm IST
  • Share

  • મનપા પ્રજાનો ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે, કોંગ્રેસ નેતાનો આક્ષેપ
  • ડમી સર્ટિફિકેટ જનરેટ કરીને 100 ટકા વૅક્સિનેશનનો દાવો થઈ રહ્યો છે
  • આરોગ્ય તંત્ર “હર ઘર દસ્તક” કાર્યક્રમ શા માટે ચલાવી રહી છે?

દિવાળી બાદ ધીમે-ધીમે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા વૅક્સિનેશન અભિયાન તેમજ કોવિડ ગાઈડલાઈન્સના પાલન પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બીજી તરફ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા 100 ટકા વૅક્સિનેશનના દાવા કરવામાં આવી રહ્યાં છે, ત્યારે હવે મનપાના આ દાવા પર કોંગ્રેસે જ સવાલ ઉઠાવ્યાં છે.

કોંગ્રેસ નેતા ડૉ હેમાંગ વસાવડાએ રાજકોટ મહાનગર પાલિકા તંત્ર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, રાજકોટ કોર્પોરેશનનો 100 ટકા વૅક્સિનેશનનો દાવો ખોટો છે. મહાનગર પાલિકા ડમી સર્ટિફિકેટ જનરેટ કરીને 100 ટકા વૅક્સિનેશનનો દાવો કરી રહી છે.

રાજકોટ કોર્પોરેશનનું તંત્ર અને સરકાર પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. જો 100 ટકા વૅક્સેનેશન થઈ ગયું હોય, તો મનપાનું આરોગ્ય તંત્ર હર ઘર દસ્તક કાર્યક્રમ કેમ ચલાવી રહી છે? આ સાથે જ ડૉ હેમાંગ વસાવડાએ આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી છે.

આ તો થઈ રાજકોટ શહેરની વાત હવે જિલ્લાની વાત કરીએ તો, કોરોના સામેની જંગમાં લોકોને સુરક્ષા પ્રદાન કરવા ચાલી રહેલી રસીકરણની કામગીરીમાં હવે લોકોનો પહેલા જેવો ઉત્સાહ જોવા નથી મળી રહ્યો. જેના કારણે આરોગ્ય તંત્ર માટે પણ પડકાર ઉભો થયો છે. રાજકોટ જિલ્લામાં પ્રથમ ડોઝ લેનારા 92 ટકા લોક છે. જો કે જામકંડોરણાનું મોટા માત્રાવડ ગામ તેમજ જસદણ તાલુકાનું રણજીતગઢ ગામ કોરોના વિરોધી રસીના બન્ને ડોઝ 100 ટકા પૂરા કરનારા ગામ બન્યા છે. આ બન્ને ગામોમાં લોકોની જાગૃતિના કારણે 100 ટકા સુરક્ષિત થવા બન્ને ડોઝ લેવાઈ ચૂક્યાં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો