Gujarat Congress Paresh Dhanani Gujarat Government A lashes out at the future of millions of unemployed youth
  • Home
  • Ahmedabad
  • પરેશ ધાનાણીએ ગુજરાત સરકારને ગણાવી ‘ખિસ્સા કાતરુ’, બેરોજગાર યુવાનોના ભવિષ્યને લઈને કર્યા મોટા પ્રહારો

પરેશ ધાનાણીએ ગુજરાત સરકારને ગણાવી ‘ખિસ્સા કાતરુ’, બેરોજગાર યુવાનોના ભવિષ્યને લઈને કર્યા મોટા પ્રહારો

 | 11:25 am IST

ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ભરતીના સંદર્ભમાં સરકાર પર ખૂબ જ ગંભીર આક્ષેપ કર્યો છે. તેઓએ ગુજરાત સરકારના બાનમાં લેતા મોટા આક્ષેપો કર્યો છે. પરેશ ધાનાણીએ ગુજરાત સરકારને ખિસ્સા કાતરું ગણાવીને કહ્યું કે ચૂંટણી નજીક આવે ત્યારે ગુજરાત સરકાર ભરતીની જાહેરાત ન્યૂઝ પેપરોમાં છપાવે છે અને તેના દ્વારા ફોર્મ ફી વસૂલી અને કરોડો રૂપિયાની ઉઘરાણી કરે છે. પરંતુ સરકારી ભરતીમાં એક પણ વિદ્યાર્થીનો સમાવેશ થતો નથી.

બીજી બાજુ તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર સરકારી નોકરીઓમાં ભરતી પ્રક્રિયા માટે પરીક્ષા લે છે, પરંતુ તેમાં પણ જાતે ગોટાળા કરાવે અને ભરતી મેળા ઉપર પ્રતિબંધ મૂકાવે છે. જેના કારણે ભરતી અચકી જાય છે પરીક્ષા ફી સહિત મોટી કમાણી થાય તે તો નફાની.. રાજ્યના વિદ્યાર્થીઓના ખિસ્સા ખંખેરીને ફોર્મ ભરાવે છે અને નવી ભરતીની રાહ જોવડાવે તેમ છે.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ સરકારને ખીસા કાતરું ગણાવીને એક સૂત્ર આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાત સરકારની નીતિ સરકારી રોજગાર, રહો બેરોજગાર’ જેવું સૂત્ર અપનાવી રહી છે. જયારે જયારે ચુંટણી નજીક આવે ત્યારે સરકારી ‘ભરતી’ની જાહેરાત છપાવીને મોટો ભ્રષ્ટાચાર કરે છે, અને વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ ફી વસૂલી અને કરોડો ઉઘરાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગી નેતા અગાઉ પણ ભરતી મુદ્દે અવાર નવાર સરકાર પર નિશાન બનાવતા રહ્યા છે, અગાઉ પણ ભાજપનો ભરતી ગોટાળોનો પરેશ ધાનાણીએ 15 લીટીમાં એક કાવ્યાત્મક ભાષામાં ભાજપ સરકાર પર સરકારી ભરતીમાં કરવામાં આવી રહેલા ગોટાળાનો વ્યંગ વ્યક્ત કર્યો હતો. ધાનાણી લખ્યું છે કે, પહેલા તલાટી લોકરક્ષક વન રક્ષક ટેટ અને ટાટ સહીતની કચેરી સહાયકની ભરતીમાં ગોટાળા પછી હવે બિન સચિવાલય સંવર્ગના પરીક્ષામાં પેપર ફોડનારી સરકારે લાખો યુવાનોના ભવિષ્યને અંધકારમાં ધકેલવાનું ષડ્યંત્ર શું કામે રચ્યું છે?

પરેશ ધાનાણીએ કાવ્યાત્મક શૈલીમાં લખ્યું છે કે જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે સરકાર ભરતી ની જાહેરાત છપાવે તથા મોંઘી ઉઘરાવી અને ફોર્મ ભરાવે પરીક્ષાની તૈયારીમાં સમય વેડફાવે પાસ કરાવી દેવાના વાયદા અભાવે મજબૂરી યુવાનો પાસેથી કરોડો ઉઘરાવે કાવ્યના અંતમાં પરેશ ધાનાણી લખે છે કે હવે ભરતી મેળો બંધ રખાશે અને નવી ચૂંટણીની રાહ જોવડાવે?

આ પણ જુઓ વીડિયો: રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની ચૂંટણી જાહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન