Gujarat Corona: 14 Months Old Child Lost Life Due to Coron
  • Home
  • Corona live
  • જામનગરમાં માત્ર 14 માસના બાળકને ભરખી ગયો કાતિલ કોરોના, સમગ્ર પંથકમાં છવાઈ ગમગીની

જામનગરમાં માત્ર 14 માસના બાળકને ભરખી ગયો કાતિલ કોરોના, સમગ્ર પંથકમાં છવાઈ ગમગીની

 | 10:26 pm IST

ગુજરાતમાં કોરોનાને કારણે જામનગરના 14 મહિનાનાં બાળકનું મોત નિપજ્યું છે. મોતને ભેંટનાર આ સૌથી નાની વયનો બાળક છે. 3 દિવસ પહેલાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેના માતા-પિતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. બાળકને ક્યાંથી કોરોનાનો ચેપ લાગ્યો તે હજુ ખબર પડી નથી. તેવામાં બાળકનાં મોતથી માતા-પિતા સહિત સમગ્ર પંથકમાં દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે.

14 માસનો આ બાળક જામનગરમાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ હતો. અને તે જામનગરમાં પ્રથમ મોત પણ છે. બાળકના માતા પિતા દરેડ વિસ્તારમાં મજૂરી કામ કરે છે. માતા-પિતાએ જામનગર છોડ્યું નથી. તેઓ ફક્ત બાળકને ચાર દિવસ પહેલાં શરદી, તાવનાં લક્ષણો જણાતાં સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા. અને દવા લઈને પરત ફર્યા હતા. તેવામાં આશંકા છે કે સિવિલમાંથી બાળકને કોરોનાનો ચેપ લાગ્યો હોય. પણ તે હજુ સુધી પ્રસ્થાપિત થયું નથી. ત્યારે આરોગ્ય વિભાગે જણાવ્યું કે મલ્ટી ઓર્ગન ફેલ્યોરનાં કારણે બાળકનું મોત થયું છે.

આજે ગુજરાતમાં કોરોનાએ ચાર લોકોનાં જીવ લીધા છે. સુરતમાં કોરોનાને કારણે બે વ્યક્તિનાં તો પાટણમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આમ કોરોનાને કારણે ગુજરાતમાં મોતનો આંકડો 16 થયો છે. તેવામાં કાતિલ કોરોનાથી બચવા માટે તમામને ઘરે જ રહેવા માટે ખાસ અપીલ કરવામાં આવી રહી છે.

આ વીડિયો પણ જુઓઃ સ્માર્ટફોનની મદદથી પણ કોરોના વાયરસ ફેલાઈ શકે છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન