Gujarat Corona Case: New 7410 Cases and 73 Deaths
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં 1 કલાકમાં 3ને ભરખી જાય છે કોરોના, આજે અધધધ 7410 કેસ, તો રસીકરણ ઘટ્યું

ગુજરાતમાં 1 કલાકમાં 3ને ભરખી જાય છે કોરોના, આજે અધધધ 7410 કેસ, તો રસીકરણ ઘટ્યું

 | 8:02 pm IST
  • Share

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાનક સ્તરે પહોંચી રહે છે. રાજ્યમાં કોરોના સતત નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. આજે ગુજરાતમાં કોરોનાના અધધધ 7410 કેસો નોંધાયા હતા. જ્યારે 73 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જેની સામે 2642 દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો તેની સામે રાજ્યમાં રસીકરણ ઘટ્યું છે. આજે માત્ર 1.66 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 

હાલ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 3,63,495 પર પહોંચ્યો છે. જ્યારે 3,23,371 દર્દીઓ સાજા થયા છે. તો બીજી લહેરના ઘાતક કોરોનાને કારણે રાજ્યના રિકવરી રેટમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે રાજ્યનો રિકવરી રેટ 87.96 ટકા પર આવી ગયો છે. રાજ્યમાં આજે કુલ એક્ટિવ કેસોની સંખ્યા 39,250 છે. જેમાંથી 254 દર્દીઓની હાલત ગંભીર છે. તો 38,996 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં મોતનો કુલ આંક 4995 પર પહોંચ્યો છે. 

રાજ્યમાં આજે મોતનાં આંકડા પર નજર કરીએ તો, અમદાવાદ કોર્પોરેશનમાં 24, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 6, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમદાવાદ 1, અમરેલી 1, ડાંગ 1, ગાંધીનગર 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન1, સુરત 1, વડોદરા 1 દર્દીનું મોત નિપજ્યું હતું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન