Gujarat Corona Update More 61 tested covid positive today
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો, આજે નવા 61 દર્દીઓ નોંધાયા

ગુજરાતમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો, આજે નવા 61 દર્દીઓ નોંધાયા

 | 8:24 pm IST
  • Share

  • અમદાવાદમાં સૌથી વધુ 26 નવા કેસ

  • આજે 39 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા

  • રાજ્યમાં કુલ 372 એક્ટિવ કેસો

સાઉથ આફ્રિકામાં મળી આવેલા કોરોના વાઇરસના ઘાતક વેરિએન્ટ ‘ઓમિક્રોન’એ સમગ્ર વિશ્વની ચિંતા વધારી દીધી છે. ભારત સહિત ગુજરાતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટના કેસ મળી આવ્યા છે. આ વેરિએન્ટ ઝડપથી સંક્રમણ ફેલાવતો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે, ત્યારે ગુજરાતમાં આજે કોરોનાના પોઝિટિવ કેસોમાં મોટો ઉછાળો જોવા મળતા ચિંતા વધી ગઈ છે.

ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગ તરફથી પ્રાપ્ત આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 61 નવા પોઝિટિવ કેસો મળી આવ્યા છે. જે પૈકી સૌથી વધુ દર્દીઓ અમદાવાદમાંથી જ 26 મળી આવ્યા છે. જ્યારે સુરતમાં 7 અને ભાવનગર-વડોદરામાં 6-6 કેસ નોંધાયા છે.

આ સિવાય વલસાડમાં 4, જામનગરમાં 3 અને ખેડા-નવસારીમાં 2-2 કેસ ઉપરાંત આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ અને રાજકોટમાં 1-1 નવા કેસ સામે આવ્યા છે.

જો કે રાહતની વાત એ છે કે, આજે કોરોનાના કારણે કોઈ દર્દીનો મોત નથી થયું. જ્યારે 39 જેટલા દર્દીઓને સારવાર બાદ સ્વસ્થ થઈ જતા રજા આપી દેવામાં આવી છે.

અત્યાર સુધી રાજ્યમાં કુલ 8,17,339 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોના રિકવરી રેટ 98.74 ટકા પર પહોંચ્યો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 10,095 નાગરિકોને ભરખી ચૂક્યો છે.

હાલ રાજ્યમાં કોરોનાના કુલ 372 એક્ટિવ કેસો છે. જે પૈકી 9 દર્દીઓની હાલત ગંભીર જણાતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 363 દર્દીઓની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો