Gujarat corona update total 10019 cases surat on top
  • Home
  • Gujarat
  • રાજ્યમાં 24 કલાકમાં કુલ 10019 કેસ, સુરતે અમદાવાદની સાઈડ કાપી

રાજ્યમાં 24 કલાકમાં કુલ 10019 કેસ, સુરતે અમદાવાદની સાઈડ કાપી

 | 8:10 pm IST
  • Share

  • રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત

  • છેલ્લા 24 કલાકમાં 10019 કેસ

  • સુરતમાં સૌથી વધુ 3259 કેસ

 

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. છેલ્લા કેટલાંક દિવસોથી 10 હજારથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. તો આજે પણ, છેલ્લા 24 કલાકમાં 10019 કેસ નોંધાયા છે. જોકે આજે, સુરત જિલ્લો કોરોના કેસ મામલે અમદાવાદ કરતા પણ આગળ નીકળી ગયો છે. સુરત શહેરમાં 2986 અને સુરત જિલ્લામાં 273 કેસ એમ કુલ 3259 કેસ સામે આવ્યા છે જયારે અમદાવાદ શહેરમાં 3090 અને જિલ્લામાં 74 કેસ એમ કુલ 3164 કેસ સામે આવ્યા છે.

તો વડોદરામાં 1373 કેસ, રાજકોટમાં 373 કેસ, ભાવનગરમાં 255 કેસ નોંધાયા છે. તો વલસાડ અને નવસારીમાં એક-એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે. તો, 4831 લોકોએ કોરોનાને મ્હાત આપી સજા થયા છે. તો, નવા 10019 કેસ અને ડિસ્ચાર્જ 4831 કેસની સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 55798 થઇ ગઈ છે. જેમાંથી 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે જયારે 55744 લોકો સ્ટેબલ છે. તો નવા 2 મોતની સાથે કુલ મૃત્યુ આંક 10144 થયો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો