Gujarat farmers to cry because the rains damaged the Cropes
  • Home
  • Featured
  • ગુજરાતના આ વિસ્તારમાં ખેડૂતોની દિવાળી બગડી

ગુજરાતના આ વિસ્તારમાં ખેડૂતોની દિવાળી બગડી

 | 7:27 pm IST
  • Share

  • વલસાડમાં વરસાદે મૂકી માઝા
  • 5 દિવસથી ભારે પવન સાથે વરસાદ થતાં પાકને થશે નુકસાન
  • ડાંગર, શેરડી અને લીલા શાકભાજીના પાકને થયું નુકસાન


રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી ભારે પવન સાથે વરસાદ પડતાં ખેતરોમાં ડાંગર, શેરડી અને લીલા શાકભાજીના પાકોમાં ભારે નુકસાન થવા પામ્યું છે કાંપણી આરે આવેલો ડાંગરનો પાક, શેરડી અને તૈયાર થયેલા વેલાના શાકભાજીના મંડપમાં ભારે નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે.

ડાંગરના પાકમાં થયું 50-60 ટકાનું નુકસાન

વલસાડ તાલુકામાં 15 હજાર હેકટરથી વધુમાં થતા ડાંગરના પાકમાં ખેડૂતોને એક ખેતરમાં 50 થી 60 ટકા નુકસાન થવા પામ્યું છે ત્યારે ખેડૂતોએ સરકાર પર આશા વ્યક્ત કરી છે કે સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવે વલસાડ તાલુકામાં છેલ્લા 5-6 દિવસથી ભારે પવન સાથે પડતા વરસાદને લીધે ખેડૂતોએ તૈયાર કરેલા ડાંગર, શેરડી અને શાકભાજીના પાકને ભારે નુકસાની થઈ હતી. વલસાડ તાલુકામાં અંદાજે 15000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. ભારે પવનને લીધે ડાંગરનો તૈયાર થયેલો પાક કાપણી પહેલા નમી જતા ખેડૂતોને સામી દિવાળીએ નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.

ડાંગર, શેરડી સહિત લીલા શાકભાજીના પાકની ભારે નુકસાની

છેલ્લા 5 -6 દિવસથી ભારે પવન સાથે પડતા વરસાદને લઈને ડાંગર, શેરડી અને વેલા વાળા લીલા શાકભાજીના પાકને ભારે નુકસાની પહોંચી હોવાની સામે આવ્યું છે. વલસાડ જિલ્લામા વધારે લોકો ખેતી પર નભતા હોય છે. વલસાડ તાલુકા સહિત જિલ્લાના 70%થી વધુ લોકો ખેતીને આજીવિકા તરીકે સ્વીકારી છે. અને ખેતીના કામો થતા ખેતી કરી પોતાની આજીવિકા ચલાવતા આવ્યા છે. છેલ્લા 5-6 દિવસથી વલસાડ તાલુકામાં ભારે પવન સાથે પડતા વરસાદને લઈને ખેડૂતોએ તૈયાર કરેલા ડાંગર, શેરડી અને વેલાં વાળા શાકભાજીના પાકોમાં ભારે નુકસાની પહોંચી હતી. વલસાડ તાલુકામાં અંદાજે 15000 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે અને અંદાજે 10000 હેક્ટર જમીનમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યું હતું. તેમજ ઘણા વિસ્તારોમાં વેલા વાળા શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું. તાજેતરમાં વલસાડ તાલુકામાં છેલ્લા 5-6 દિવસથી ભારે પવન ફૂંકાતા અને વરસાદ પડતાં ડાંગર, શેરડી સહિત લીલા શાકભાજીના પાકની ભારે નુકસાની પહોંચી હતી. ખેતરોમાં ડાંગર કાપણી માટે તૈયાર થઈ ગઈ હતી. દશેરા બાદ તાલુકામાં ડાંગરની કપણીની હાથ ધરવાની હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

સામી દિવાળીએ ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો

કોરોના મહામારીના સમયે સામી દિવાળીએ ડાંગર, શેરડી અને લીલા શાકભાજીના પાકોમાં થયેલી નુકસાનીને જોતા ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. આ સમયે વલસાડ તાલુકાના ખેડૂતોએ સરકાર તથા વહીવટી તંત્ર સર્વે કરી ખેડૂતોને સહાય કરે એવી લાગણી વ્યક્ત કરી રહયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો