Gujarat Government employees will get their October pay-pensions sooner
  • Home
  • Ahmedabad
  • ગુજરાતના સરકારી કર્મીઓ માટે આ વર્ષે દિવાળી વહેલી…

ગુજરાતના સરકારી કર્મીઓ માટે આ વર્ષે દિવાળી વહેલી…

 | 10:22 am IST
  • Share

  • પગાર-પેન્શન વહેલા મળી જશે, નવેમ્બરની શરૂઆતમાં દિવાળી હોવાથી નિર્ણય લેવાયો
  • સરકારી કર્મચારીઓને ઓક્ટોબરના પગાર-પેન્શન વહેલા મળી જશે
  • રાજ્ય સરકાર 25-26 ઓક્ટોબરે ચુકવાશે ભથ્થા 

ગુજરાત સરકારે આ વખતે ચોથી નવેમ્બરે દિવાળીનો તહેવાર હોઈ તેના કર્મચારીઓ-અધિકારીઓનો પગાર તથા પેન્શનરોને પેન્શનની ચુકવણી વહેલી કરવાનો નિર્ણય કર્યો છે, જે અનુસાર ઓક્ટોબર મહિનાનો પગાર તથા પેન્શનનું ચુકવણું 25મી અને 26મી ઓક્ટોબર દરમિયાન તબક્કાવાર થશે.

નાણાવિભાગે આ સંદર્ભે ગુરુવારે ઠરાવ બહાર પાડયો હતો. આ ઠરાવ અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક કર્મચારીઓને, પંચાયત સેવાના કર્મચારીઓને તેમજ કરાર આધારિત નિમણૂક પામેલા કર્મચારીઓને પણ લાગુ પડશે.

આ નિર્ણયને કારણે સરકારી કર્મચારીઓ-અધિકારીઓને તથા પેન્શનરોને તેમનું પેન્શન ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં મળી જશે, જેને કારણે દિવાળીની ખરીદી કરી તેઓ તહેવારો માણી શકશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો