Gujarat Government Gives 25,000 Remdesivir To UP Yogi Government
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • રેમડેસિવિર મુદ્દે રૂપાણી સરકારનું મોટું જુઠ્ઠાણું પકડાયું, UPને આપ્યા 25,000 ઈન્જેક્શન

રેમડેસિવિર મુદ્દે રૂપાણી સરકારનું મોટું જુઠ્ઠાણું પકડાયું, UPને આપ્યા 25,000 ઈન્જેક્શન

 | 10:37 pm IST
  • Share

ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે આજે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અમદાવાદમાં તો ઝાયડસ હોસ્પિટલ ખાતે હજારોની ભીડ ઉમટતી હતી. ઝાયડસે પણ સ્ટોક ખાલી થઈ ગયો હોવાનું જણાવી ઈન્જેક્શનનું વેચાણ બંધ કરી દીધું છે. તેવામાં હવે એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ગુજરાતની રૂપાણી સરકારે ભાજપશાસિત ઉત્તરપ્રદેશની યોગી સરકારને અમદાવાદથી 25 હજાર ઈન્જેક્શન આપ્યા છે.

ગુજરાતમાં રેમડેસિવિર ઈન્જેક્શન હજારો લોકો પરેશાન થઈ રહ્યા છે. અને એક ઈન્જેક્શન માટે કોરોનાગ્રસ્ત દર્દીઓના પરિવારજનો રઝળપાટ કરી રહ્યા છે. તેવામાં ગુજરાત હાઈકોર્ટે પણ ઈન્જેક્શનને લઈ રૂપાણી સરકારીની ઝાટકણી કાઢી હતી. જો કે ચારે બાજુથી ઈન્જેક્શનની બૂમરાળ પડતાં ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે ભાજપ શાસિત રાજ્યોમાં ઈન્જેક્શન આપ્યા નથી.

જો કે, ગુજરાતની રૂપાણી સરકારે ગુજરાતની જનતાને અંધારામાં રાખી છે. ભલે રાજ્ય સરકાર ભાજપશાસિત રાજ્યોમાં ઈન્જેક્શન ન આપ્યા હોવાનું રટણ કરે છે. પણ ભાજપશાસિત UP સરકારના કાર્યાલયે રૂપાણી સરકારની પોલ ખોલી દીધી છે. યુપી સરકારની CM કાર્યાલયે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, જેમાં જણાવાયું છે કે 25000 રેમડેસિવિર ઈન્જેક્શન માટે રાજ્યના ખાસ વિમાનથી ઉત્તરપ્રદેશના અધિકારીઓને અમદાવાદ મોકલવામાં આવ્યા છે. અને આ દવા આજે રાત્રે લખનઉ પહોંચી જશે.

આમ ગુજરાતમાં ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉત્તરપ્રદેશને આટો તેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદીઓ ખુદ આજે ઈન્જેક્શન માટે આમ તેમ ફરી રહ્યા છે. કાળાબજારીઓ કરતાં લોકો પાસેથી ઊંચી કિંમતે પૈસા આપીને ઈન્જેક્શન ખરીદી રહ્યા છે. એટલે સુધી કે ખુદ ખાનગી હોસ્પિટલોમાં પણ ઈન્જેક્શનનો જથ્થો જોઈએ એટલો છે નહીં ત્યારે રૂપાણી સરકારે 25000 ઈન્જેક્શન યુપી સરકારને આપી દીધા છે. અને તેમ છતાં પણ ગુજરાત સરકાર દ્વારા આ અંગે કોઈપણ વિગતો જાહેર કરવામાં આવી નથી. શું ઉત્તરપ્રદેશ સિવાય અન્ય કોઈ ભાજપશાસિત રાજ્યોને રૂપાણી સરકારે ઈન્જેક્શન આપ્યા છે કે કેમ… તે અંગે પણ મોટો સવાલ છે. અને આ અંગેની વિગતો જાહેર થવી જોઈએ જેથી ગુજરાતની જનતા જાણી શકે કે તેમના ભાગના ઈન્જેક્શન ક્યાં જઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન