Gujarat government will give 4 thousand rupees every month to orphans
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકને ગુજરાત સરકાર દર મહિને આપશે 4 હજાર રૂપિયા

કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકને ગુજરાત સરકાર દર મહિને આપશે 4 હજાર રૂપિયા

 | 7:21 pm IST
  • Share

હાલમાં સમગ્ર ગુજરાત કોરોના સામે જંગ લડી રહ્યું છે. નોંધનિય છે કે કોરોનાને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘણા પરિવારે મોભી ગુમાવ્યા છે. જેના કારણે અનેક બાળકો અનાથ થયા છે. એવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોર કમિટિની બેઠકમાં અનાથ-નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર તરફથી માસિક રૂપિયા 4000ની સહાય આપવામાં આવશે. આ સહાય બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.

નોંધનિય છે કે આ પહેલા મધ્ય પ્રદેશ સરકારે કોરોનાકાળમાં પ્રભાવિત પરિવારો માટે મોટી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરતા કહ્યું કે, એવા બાળકો જેઓ પિતાની છત્રછાયા ગુમાવી ચુક્યા છે, તેમના પરિવારમાં કોઈ કમાનારું નથી તેમને 5,000 રૂપિયા દર મહિને પેન્શન આપવામાં આવશે. આવા તમામ બાળકોના મફત શિક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે જેથી તેઓ પોતાનો અભ્યાસ ચાલું રાખી શકે.

ચૌહાણે કહ્યું કે, યોગ્યતા ના હોવા છતા પણ આવા પરિવારોને મફત રાશન આપવામાં આવશે. જો આ પરિવારોમાં કોઈ સભ્ય એવો છે અથવા પતિ નથી રહ્યો તો તેમની પત્ની કામધંધો કરવા ઇચ્છે તો તેમને સરકારની ગેરંટી વગર વ્યાજ વગર લોન ધંધા માટે આપવામાં આવશે. આ પહેલા બુધવારના જ સીએમ શિવરાજે કહ્યું હતુ કે, “નકલી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવાના મામલે ગુજરાત પોલીસ દ્વારા હાલમાં જ ધરપકડ કરવામાં આવેલા લોકો પર મધ્ય પ્રદેશમાં કેસ ચલાવવામાં આવ્યો, કેમકે ઇન્જેક્શન અમારા રાજ્યમાં વેચાઈ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન