Gujarat Government Will Give Free Vaccine To all
  • Home
  • Ahmedabad
  • ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, રાજ્ય સરકાર ફ્રીમાં આપશે વેક્સિન

ગુજરાતીઓ માટે રાહતના સમાચાર, રાજ્ય સરકાર ફ્રીમાં આપશે વેક્સિન

 | 8:07 pm IST
  • Share

ગુજરાતીઓ માટે રૂપાણી સરકારે આજે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવે તમામ લોકોને ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે. પહેલી મેથી ભારતભરમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોનું વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ 11 રાજ્યો દ્વારા વેક્સિન મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

રાજ્ય સરકારે 1.50 કરોડ ડોઝ માટે ઓર્ડર આપ્યો છે. અને રાજ્યના 6000 કેન્દ્રો પર રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર  સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી  કોવિશિલ્ડ વેક્સિનના 1 કરોડ ડોઝ તેમજ ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસીના 50 લાખ ડોઝનો ઓર્ડર આપવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, પંજાબ, ઝારખંડ, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ, કેરળ, ગોવા, સિક્કિમ સહિતના 11 રાજ્યોએ કોરોનાની રસી મફતમાં આપવાની જાહેરાત કરી છે. જે બાદ હવે ગુજરાત સરકાર દ્વારા પણ કોરોનાની રસી મફતમાં આપવાની જાહેરાત કરવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો