Gujarat Government will now take care of the child if both the parents are coronary
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • માતા-પિતા બંને કોરોનાગ્રસ્ત હોય તો બાળકની સંભાળ હવે સરકાર રાખશે, હેલ્પ લાઈન નંબર જાહેર કરાયો

માતા-પિતા બંને કોરોનાગ્રસ્ત હોય તો બાળકની સંભાળ હવે સરકાર રાખશે, હેલ્પ લાઈન નંબર જાહેર કરાયો

 | 10:12 am IST
  • Share

ગુજરાતમાં માતા-પિતામાંથી એક અથવા બંને મૃત્યું પામ્યા હોય અથવા માતા-પિતા બંને કોરોનાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હોય તો તેવા સમયે બાળકોની સાર-સંભાળ સરકાર રાખશે. માતા-પિતા હોસ્પિટલમાં હોય અને બાળકોની સંભાળ રાખવાવાળું કોઇ ન હોય તો બાળ સુરક્ષા એકમ બાળકોની સંપૂર્ણ જવાબદારી ઉપાડશે. 1 દિવસથી માંડીને 18 વર્ષ સુધીના કિશોરની સાર-સંભાળ રાખવા સરકારે આદેશ આપ્યો છે. માતા-પિતાએ મદદ માટે ચાઇલ્ડ હેલ્પ લાઇન 1098 પર કોલ કરવાનો રહેશે.

કોરોનાના સેંકન્ડ વેવમાં આખેઆખો પરિવાર કોરોનાના ઝપેટે ચઢી રહ્યો છે. નવજાત શીશુથી માંડીને 15 વર્ષ સુધીના તરુણો કોરોનામાં સપડાઇ રહ્યા છે. ત્યારે હોમ આઇસોલેશનની સુવિધા નહીં હોય તેવા વ્યક્તિઓ માટે સરકારે આઇસોલેશન સેન્ટર કાર્યરત કર્યા છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે, દંપતી કોરોનાગ્રસ્ત બને છે. પરંતુ બાળકો નેગેટિવ હોય છે. હવે આ કિસ્સામાં માતા-પિતા સિવાય બાળકોની સંભાળ રાખવાવાળું કોઇ ન હોય તો માતા-પિતાની મુશ્કેલી વધે છે. કોરોના કાળમાં સંબંધીઓ પણ દૂર ભાગી રહ્યા છે. ત્યારે આવા કપરા સમયે બાળકોની સંભાળ રાખવાનો પ્રશ્ન ઊભો થાય છે.

ત્યારે સરકારે માતા-પિતાની આ ચિંતાને દૂર કરવા કોરોનાગ્રસ્ત માતા-પિતાના બાળકની સાર-સંભાળ રાખવા નિર્ણય લીધો છે. માતા-પિતા અથના બંનેમાંથી એકનું મૃત્યું થયું હોય અથવા માતા-પિતા બંને કોરોનાગ્રસ્ત હોય અને બાળકની સાર-સંભાળ રાખવાવાળું કોઇ નહીં હોય તો બાળ સુરક્ષા એકમ બાળકોની સંભાળ રાખશે. માતા-પિતા ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 પર કોલ કરીને મદદ માંગી શકે છે.

બાળકોની સાર-સંભાળમાં આટલી કાળજી રાખવી પડશે

1. બાળકોને સંભાળગૃહમાં મૂકતી વખતે કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હોવો જોઇએ.

2. બાળકને સંભારગૃહમાં રાખવા માટે ચાઇલ્ડ વેલફેર કમિટીની મંજૂરી લેવી પડશે.

3. 1 દિવસથી 6 વર્ષના બાળકોને કતારગામ પોપાવાલા ચિલ્ડ્રલ હોમમાં રખાશે. જ્યારે 6થી 18 વર્ષ સુધીનાને કિશોરોને પણ કતારગામ રાખવામાં આવશે.

4. જ્યારે બાળકીઓને રામનગર ચિલ્ડ્રન હોમમાં રખાશે.

5. બાળકોને જમવાથી માંડીને રમત-ગમતના સાધનો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન