Gujarat government will pay for the treatment of corona to poor and middle class families
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, કોરોના મહામારીમાં ગરીબ અને મધ્યમ વર્ગને આપી મોટી રાહત

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, કોરોના મહામારીમાં ગરીબ અને મધ્યમ વર્ગને આપી મોટી રાહત

 | 8:35 pm IST
  • Share

ગુજરાત હાલ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે પણ ગરીબ વર્ગના લોકોને રાહત આપતો નિર્ણય લીધો છે. કોરોના મહામારી દરમિયાન હવે આરોગ્ય કાર્ડ ધારકો ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકશે. મા કાર્ડ, અમૃતમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડથી ખાનગી હોસ્પિટલમાં સારવાર મળશે. આ કાર્ડધારકો હોસ્પિટલમાં 50 હજાર સુધીની મફત સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવી શકશે. 10 જુલાઈ સુધી કાર્ડ ધારકો સારવાર કરાવી શકશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણય લેવામા આવ્યા છે. આ નિર્ણયને પરિણામે રાજ્યના 80 લાખથી વધુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કોરોનાની સારવાર ખર્ચમાં મોટી રાહત મળશે.

આવા પરિવારો ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારમાં મા, અમૃતમ-વાત્સલ્યમ્ તથા આયુષ્યમાન ભારત કાર્ડનો ઉપયોગ કરી શકશે. મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં એવો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે, મા, મા અમૃતમ-વાત્સલ્યમ્ તથા આયુષ્યમાન ભારત કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીની સારવાર વિનામૂલ્યે કરાવી શકશે.

મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10મી જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કરીને કોરોનાની સારવારના ખર્ચમાં મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી છે.

 આ વીડિયો પણ જુઓ : વલસાડમાં સીરીયલના શૂટિંગને લઈને બબાલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન