Gujarat Govt financial help To Tribals For ayodhya yatra
  • Home
  • Featured
  • ગુજરાત સરકાર આદિવાસીઓને અયોધ્યા યાત્રા માટે રૂ. 5 હજાર આપશે

ગુજરાત સરકાર આદિવાસીઓને અયોધ્યા યાત્રા માટે રૂ. 5 હજાર આપશે

 | 7:02 pm IST
  • Share

  • શબરી ધામ ખાતે ‘દશેરા મહોત્સવ’ની શાનદાર ઉજવણી
  • ‘સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસન સર્કિટ વિકસાવાશે
  • આદિવાસી શબરીના વંશજ, તેમને રામજન્મ ભૂમિ જવા માટે મદદ મળશે

 

ગુજરાતના આદિવાસી વિસ્તારના માતા શબરીના વંશજો એવા આદિવાસી સમાજના પ્રજાજનોને શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાની યાત્રા માટે પ્રત્યેક યાત્રાળુ દીઠ રૂપિયા 5 હજારની આર્થિક સહાય આપવામા આવશે, તેવી ‘શબરી ધામ’ ખાતેથી જાહેરાત કરતા રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદીએ કૈલાશ માનસરોવર યાત્રા, સિંધુ દર્શન યાત્રા સહિત શ્રવણ તીર્થ યાત્રા જેવી યોજનાઓમા અપાતી આર્થિક સહાયનો ખ્યાલ આપ્યો હતો.

“દંડકારણય”ની પાવન ભૂમિ ઉપર વિજયા દશમીની ઉજવણીની સાથે હવેથી પ્રતિવર્ષ પ્રભુ શ્રી રામ સાથે જોડાયેલા ગુજરાતના તીર્થ સ્થાનો ઉપર ‘દશેરા મહોત્સવ’ નુ આયોજન કરવાની નેમ વ્યક્ત કરતા મંત્રીએ, ભારત વર્ષની ઉચ્ચત્તમ શાસ્ત્રોક્ત પદ્ધતિ અને યુગ-યુગાન્તરની ગણના પદ્ધતિનો ખ્યાલ આપી પ્રભુ શ્રી રામ, રામાયણ, અને રામસેતુને કાલ્પનિક કહેનારા લોકોને વૈજ્ઞાનિક પ્રમાણો મળી ચૂક્યા છે, તેમ જણાવ્યુ હતુ.

નવ-નવ દિવસની શક્તિ આરાધનાની માઁ જગદંબાના ધામ શક્તિપીઠ અંબાજીથી પ્રારંભાયેલી યાત્રાનુ સમાપન ‘શબરી ધામ’ ખાતે થઈ રહ્યુ છે, તેમ જણાવતા પ્રવાસન મંત્રીએ ‘સાપુતારા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સુધીની પ્રવાસન સર્કિટ વિકસાવવા બાબતે પણ કાર્યારંભ થયો હોવાનું જણાવ્યું હતું.

શબરી ધામ ખાતે મહાઆરતી અને રાવણ દહનના કાર્યક્રમમા ભાગ લેતા મંત્રીએ ખાસ કરીને આદિવાસ વિસ્તારોમાં દશેરા મહોત્સવની ઉજવણી અધર્મ પર ધર્મના વિજયના નારાને બુલંદ કરવા સાથે પવિત્ર સ્થાનોની ગરિમા વધારીને સાંસ્કૃતિક તથા ઐતિહાસિક વિરાસતને ઉજાગર કરશે તેમ જણાવ્યુ હતુ.

“શબરી ધામ”નું માહાત્મ્ય વર્ણવતા રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે પ્રવાસન પ્રવૃતિના વિકાસ સાથે સ્થાનિક રોજગારીનુ પણ વિપુલ માત્રામા સર્જન કરવામા આવી રહ્યુ છે તેમ જણાવી ઉમરગામ થી અંબાજી સુધીના આદિવાસી વિસ્તારોમા શ્રેણીબદ્ધ વિકાસ કામો હાથ ધરીને પ્રજાજનોના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

ડાંગ જિલ્લાના પ્રજાજનો સુખી અને સમૃદ્ધ બને તેવા સુભાશિષ આપતા વલસાડ-ડાંગના સાંસદ ડો.કે.સી.પટેલે વડાપ્રધાન મોદીની કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિરનુ નિર્માણ, જમ્મુ-કાશ્મીરમાં 370ની કલમ નાબુદી સહિતના સાહસિક પગલાઓની જાણકારી આપી આપી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો