Gujarat In 34 cases of corona were reported today
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં કોરોનાએ દબાવ્યું એક્સિલેટર: તહેવારોમાં છૂટછાટ ભારે પડી!

ગુજરાતમાં કોરોનાએ દબાવ્યું એક્સિલેટર: તહેવારોમાં છૂટછાટ ભારે પડી!

 | 7:36 pm IST
  • Share

  • સૌથી વધુ સુરતમાં 9 કેસ નોંધાયા

  • અમદાવાદ અને વલસાડમાં 7 – 7 કેસ, વડોદરામાં 3, જૂનાગઢ અને કચ્છમાં 2 – 2 કેસ, નર્મદામાં 2 અને મહેસાણા, નવસારીમાં 1 – 1 કેસ

  • રાજ્યમાં આજે કોરોનાથી કોઈ મોત નહીં, હાલમાં 215 એક્ટીવ કેસ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સાજા થનાર દર્દીની સરખામણીએ દૈનિક કેસની સંખ્યા વધુ નોંધાઈ રહી છે જેના કારણે એક્ટિવ કેસમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. તહેવારો ટાણે છૂટછાટ ગુજરાતીઓને ભારે પડી છે. આજે કોરોના કેસમાં તોતિંગ વધારો નોંધાયો છે. રાજ્યમાં આજે કોરોનાના 34 કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. જેમાં સૌથી વધુ સુરતમાં 9 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ અને વલસાડમાં 7 – 7 કેસ નોંધાયા હોવાના સમાચાર છે.

બીજી બાજુ રાજ્યમાં કોરોના વાયરસના કેસ વધ્યા છે, પરંતુ આજે રાજ્યમાં કોરોનાથી કોઈનું મોત થયું નથી. અન્ય જગ્યાએ કોરોના કેસની વાત કરીએ તો વડોદરામાં 3, જૂનાગઢ અને કચ્છમાં 2 – 2 કેસ, નર્મદામાં 2 અને મહેસાણા, નવસારીમાં 1 – 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં હાલમાં 215 એક્ટીવ કેસ છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુરુવારે સાંજના પાંચ વાગ્યા સુધીના 24 કલાકમાં કોરોનાના દૈનિક કેસમાં વધારો નોંધાયો છે. આજે 34 કેસ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 215ને નજીક પહોચી ગઈ છે, જે થોડા દિવસ પહેલા જ ઘટીને સંખ્યા 133એ ગગડી હતી. પરંતુ ફરી એક્ટિવ કેસમાં નિરંતર વધારો થવા લાગ્યો છે.

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં નાજુક સ્થિતિના કારણે 5 દર્દીની સારવાર વેન્ટિલેટરના સહારે ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં 24 કલાકમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો