Gujarat In A total of 586 cases of dangerous delta variants of the Corona Virus
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સાવધાન: ગુજરાત કોરોનાની ત્રીજી લહેરની નજીક! ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટના કુલ 586 કેસ નોંધાયા

સાવધાન: ગુજરાત કોરોનાની ત્રીજી લહેરની નજીક! ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટના કુલ 586 કેસ નોંધાયા

 | 9:54 am IST
  • Share

કોરોનાની બીજી લહેર બાદ ગુજરાતમાં કોરોનાના પરિપ્રેક્ષ્યમાં સારા કહી શકાય તેવા સમાચાર છે. ઈન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવેલા સીરોપ્રેવલન્સ સર્વેમાં ગુજરાતમાં 75.03 ટકા વસતિમાં કોરોનાના એન્ટીબોડી જનરેટ થયેલા જાણવા મળ્યા છે. જેનો અર્થ એ કે, આટલા પ્રમાણમાં લોકોમાં કોરોના સામેની રોગપ્રતિકારક શક્તિ હોવાની શક્યતા છે.

ત્રીજી લહેર આવે અને તેમાં ડેલ્ટા વેરિયન્ટનું આક્રમણ વધુ ન હોય તો ગુજરાતમાં કોરોનાના સંદર્ભમાં ખાસ ચિંતાજનક સ્થિતિ નહી રહે તેવો આ અભ્યાસ પરથી સંકેત મળે છે. વળી, સૌથી વધુ સીરો પોઝિટિવિટી ધરાવતા રાજ્યોમાં ગુજરાત પાંચમા ક્રમે છે.

BSFના 10 જવાન સહિત ગુજરાતમાં ડેલ્ટા વેરિઅન્ટના કુલ 586 કેસ

ગુજરાતમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટના અત્યાર સુધીમાં 586 જેટલા કેસ નોંધાયા છે, એકલા મે મહિનામાં જ ગુજરાતમાં ડેલ્ટા વેરિઅન્ટના સૌથી વધુ 314 કેસ મળ્યા હતા, ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર ખાતે ડેલ્ટા વેરિઅન્ટના પરિણામો સામે આવ્યા હતા.

ગુજરાતમાં બીએસએફના 10 જવાનોમાં ડેલ્ટા વેરિઅન્ટ હોવાનું સામે આવ્યું હતું. મહત્ત્વનું છે કે, ડેલ્ટા વેરિએન્ટ પછી ગુજરાતમાં ડેલ્ટા પ્લસ અને કપ્પા વેરિઅન્ટના કેસો પણ મળી આવ્યા હતા. અલબત્ત, અત્યારે કોરોનાના કેસ નહિવત છે ત્યારે રાહતની સ્થિતિ છે. અમદાવાદ શહેરમાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલો ખાલીખમ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન