Gujarat In Corona Virus new 19 cases, Total 165 positive cases in Gujarat reached
  • Home
  • Ahmedabad
  • ગુજરાતના માથે કોરોનાનું ભયાનક તાંડવ, નવા 19 કેસો સાથે રાજ્યમાં પોઝિટીવ કેસોનો આંકડો 165એ પહોંચ્યો

ગુજરાતના માથે કોરોનાનું ભયાનક તાંડવ, નવા 19 કેસો સાથે રાજ્યમાં પોઝિટીવ કેસોનો આંકડો 165એ પહોંચ્યો

 | 10:57 am IST

રાજ્યમાં કોરોનાનો તાંડવ હવે ચરમસીમાએ પહોંચી ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આજે ગુજરાતમાં કોરોના પોઝિટીવ કેસોનો આંકડો 165 પર પહોંચી ગયો છે. આજે રાજ્યમાં બીજા નવા કુલ 19 કેસો નોંધવામાં આવ્યા છે, તેમાં ખાલી અમદાવાદમાં જ 13 પોઝિટીવ કેસો સામે આવ્યા છે આ સાથે અમદાવાદમાં કુલ આંકડો 77 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં 33 જિલ્લાઓમાંથી 17માં કોરોના વાયરસે પોતાનો સંક્રમણનો પગપેસરો કરી દીધો છે.

કોરોના અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે કે, સોમવારથી અત્યાર સુધીમાં કોરોનાના 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જોક ગઈકાલ સાંજ બાદ એકપણ મૃત્યુ નોંધાયું નથી. રાજકોટમાં એક કોરોના દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

હવે આજના 19 નવા કેસોની વાત કરીએ તો, તેમાંથી 13 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે પાટણમાં ત્રણ, ભાવનગર, આણંદ અને હિંમતનગરમાં એક-એક કેસ નોંધાયા છે આ સાથે ગુજરાતમાં આંકડો 165 પર પહોંચી ગયો છે. તમામ દર્દીઓમાંથી 126 સ્વસ્થ, 4 દર્દી વેન્ટિલેટર પર અને 23 દર્દી સાજા થયા છે. રાજ્યમાં 3040 લોકોના ટેસ્ટ થયા છે. જેમાંથી 40 ટેસ્ટ પેન્ડિંગ છે. 

જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અત્યારસુધીમાં કુલ 165 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 100 જેટલા લોકલ ટ્રાન્સમિશન કેસ છે. જ્યારે 33 વિદેશી ટ્રાવેલ હિસ્ટ્રી અને 32 આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. છેલ્લા 24 કલાકમાં 298 ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાંથી 237 નેગેટિવ છે, 21 પોઝિટિવ અને 40 કેસ પેન્ડિંગ છે. આમ અત્યારસુધીમાં કુલ 3040 ટેસ્ટ કરાયા છે. જેમાંથી 165 પોઝિટિવ, 2835 નેગેટિવ અને 40 કેસ પેન્ડિંગ છે.

પાટણમાં કોરોનાનાં કુલ 3 નવા કેસ પોઝિટિવ સામે આવતા હાહાકાર મચી ગયો છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના નેદ્રા ગામના 3 યુવકોને કોરોના પોઝિટીવ આવ્યો છે. જેના કારણે ગામમાં હાલ ડરનો માહોલ બનેલો છે. એવું કહેવાઈ રહ્યું છે કે સિદ્ધપુરના કોરોના પોઝિટિવ યુવકના સંપર્કમાં હતા. આ સાથે જ હવે પાટણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક કુલ 5 પર પહોંચી ગયો છે. સિદ્ધપુરના નેદ્રા ગામમાં પોઝિટિવ દર્દીઓ અગાઉ અન્ય એક કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા.

સાબરકાંઠામાં એક કેસ પોઝિટિવ નોંધાતા હવે ગુજરાતની સ્થિતિ વધુ વણસી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં એક કેસ નોંધાયો છે. હિંમતનગર સિવિલમાં સ્ટાફ તરીકે ફરજ બજાવતા 33 વર્ષના યુવકને કોરોના પોઝિટિવ કેસ સામે આવતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે. એવું જાણવા મળી રહ્યું છે કે આ યુવક રાજસ્થાનનો હતો. પરંતુ તેને કઈ રીતે પોઝિટિવ આવ્યો તેની તપાસ શરૂ કરાઈ છે. આ યુવકના સંપર્કમાં 22 લોકો આવ્યા છે, તે તમામને કોરિટાઇન કરવામાં આવ્યા છે. કોરોના પોઝિટીવ આવેલો યુવક હિંમતનગર સિવિલ આઇસોલેશન વોર્ડમાં ફરજ બજાવતો હતો. સોમવારે મોડી રાત્રે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી હવે જિલ્લાની તમામ ટીમ હરકતમાં આવી ગઈ છે.

જ્યારે ભાવનગરમાં વધુ એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.અમદાવાદ ખાતે મોકલવામાં આવેલ 30 રિપોર્ટ પૈકી 1 પોઝિટિવ અને 29 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. પોઝિટિવ આવેલ મહિલા ભાવનગરના વડવા વિસ્તારની રહેવાસી છે. આ સાથે ભાવનગરમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 14 થયો છે. આણંદમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સફાઈકર્મીને ગળામાં દુખાવો હોવાથી ચેકઅપ કરાયું હતું.

ગુજરાતમાં કુલ 165 પોઝિટિવ કેસ, 12ના મોત, 23 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 77 05 07
સુરત 19 02 05
ભાવનગર 14 02 00
ગાંધીનગર 13 00 02
વડોદરા 12 02 05
રાજકોટ 10 00 04
પાટણ 05 00 00
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
છોટાઉદેપુર 01 00 00
જામનગર 01 00 00
હિંમતનગર 01 00 00
આણંદ 01 00 00
કુલ આંકડો 165 12 23

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન