Gujarat In estimated 4 lakh people from Ahmedabad migrated to villages
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ચોંકાવનારી માહિતી સામે આવી, અમદાવાદના અંદાજે 4 લાખ લોકો ગામડામાં સ્થળાંતર કરી ગયા

ચોંકાવનારી માહિતી સામે આવી, અમદાવાદના અંદાજે 4 લાખ લોકો ગામડામાં સ્થળાંતર કરી ગયા

 | 7:00 am IST
  • Share

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો અને મોતનો આંકડો વધતો રહેવાની બીજી તરફ કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પણ નહીં મળતા શહેરના લગભગ મોટાભાગના વિસ્તારમાંથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના ઓછામાં ઓછા ચાર લાખ લોકો પોતાના નજીકના ગામડાઓ કહો કે, માદરે વતન ચાલ્યા ગયા હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

અમદાવાદમાં રાંધણગેસના બાટલાઓની ડિલિવરી કરતા ગેસ એજન્સીના સંચાલકો દ્વારા આ માહિતી બહાર આવી છે. શહેરમાં એક અંદાજે ૫૮થી ૬૦ જેટલી રાંધણગેસની એજન્સીઓ આવેલી છે. જેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમની એજન્સીઓનો સમાવેશ થવા જાય છે. આ ત્રણેય કંપનીઓની એજન્સીઓના ગ્રાહકોની કુલ સંખ્યા ૧૧થી ૧૨ લાખ જેટલી છે.

શહેરની આ એજન્સીઓના સંચાલકોએ એમ જણાવ્યું કે, કોરોનાના વધતા જતા કેસો અને મોતના આંકડાઓ વાંચી સાંભળી ફેલાયેલો ગભરાટ ચાલુ જ રહ્યો છે. એ સ્થિતિમાં પોતાના પરિવારના સભ્યને કોરોના થશે તો બચી નહીં શકાય તેવા ભયથી અમારી એજન્સીના અનેક ગ્રાહકો પોતાના માદરેવતન એવા ગામડાઓમાં ચાલ્યા ગયા છે અમારી દરેક ગેસ એજન્સીઓના ગ્રાહકો પૈકી કોઈ એજન્સીમાં ૨૫થી ૩૦ ટકા લોકો કોઇ એજન્સીમાંથી ૩૫થી ૩૮ ટકા અને સમૃદ્ધ વિસ્તારમાંથી પણ ૧૦થી ૧૨ ટકા લોકો છેલ્લા ત્રણ સપ્તાહથી ક્રમશઃ વતન ચાલ્યા ગયા છે પરિણામે અમે રાંધણગેસ સિલિન્ડરના જેટલા સિલિન્ડર મંગાવતા હતા. તેમાં સરેરાશ ૩૦થી ૩૫ ટકા કાપ આવી ગયો છે.

આ સિલિન્ડર કાપ એટલે કે, જે ગ્રાહક નિયમિત સિલિન્ડર મંગાવતા હતા તેમની ડિમાન્ડ બંધ થઈ ગઈ છે. જેની તપાસ કરતા તેઓ વતન ચાલ્યા ગયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. તેમણે જણાવ્યું કે, રાંધણગેસના સિલિન્ડરની કોઈ તંગી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન