Gujarat is heading towards a serious health crisis
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • હવે ગમે તે ક્ષણે ગુજરાતમાં લોકડાઉનની શક્યતા, ગુજરાત આરોગ્યની ગંભીર કટોકટી તરફ ધકેલાઈ રહ્યું છે: HC

હવે ગમે તે ક્ષણે ગુજરાતમાં લોકડાઉનની શક્યતા, ગુજરાત આરોગ્યની ગંભીર કટોકટી તરફ ધકેલાઈ રહ્યું છે: HC

 | 6:55 am IST
  • Share

ગુજરાત રાજ્ય આરોગ્યની ગંભીર કટોકટી તરફ ધકેલાઈ રહ્યું છે તેવું હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરતી વખતે અવલોકનમાં જણાવ્યું હતું. હાઈકોર્ટના ચીફ જસ્ટીસે રવિવારની રજા છતાં પણ મોડી સાંજે સુઓમોટો દાખલ કરીને આવતીકાલ સોમવારે સવારે ૧૧ વાગે ઈમરન્જસીમાં સુનાવણી માટે રાખી છે.

ચીફ જસ્ટીસ વિકમનાથ અને જસ્ટીસ બી.ડી. કારિયાની ખંડપીઠે એડવોકેટ જનરલ, મુખ્ય સરકારી વકીલ, કેન્દ્ર સરકારના આસિ. સોલિસીટર જનરલ સહિતને અરજન્ટ સુનાવણીમાં હાજર રહેવા માટે નિર્દેશ આપ્યા છે. સાથોસાથ રાજયના ચીફ સેક્રેટરી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હેલ્થ વિભાગના ચીફ સેક્રેટરી, કેન્દ્ર સરકારના હોમ ડિપાર્ટમેન્ટના સચિવ સહિતના અધિકારીઓને તાકીદે હુકમની નકલ ઈમેઈલ પર મોકલી આપવા હુકમ કરીને આવતીકાલે સવારે ૧૧ વાગે સુનાવણી દરમ્યાન યુટયૂબ લાઈવ જોવા માટે આવો અધિકારીઓને આદેશ કરાયો છે. રાજ્યમાં કોરોનાના કેસ વધતાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસે પાંચ દિવસ પહેલાં આ બાબતને સુઓમોટો લઈને હાઈકોર્ટના એડ્વોકેટ જનરલ અને મુખ્ય સરકારી વકીલને બોલાવીને નિર્દેશ આપ્યા હતા કે, સ્થિતિને અંકુશમાં લાવવા માટે સરકાર દ્વારા ત્રણથી ચાર દિવસનો કરફ્યૂ અથવા લોકડાઉન લાદવામાં આવે. સરકાર સપ્તાહના અંત ભાગમાં ( વીક એન્ડ) લોકડાઉન અથવા તો કરફ્યૂને અમલમાં મૂકે.

આ પછી સ્થિતિનુ મૂલ્યાંકન કરો. હાઈકોર્ટે એ પણ કહ્યું છે કે, હાઈકોર્ટ સ્થિત તમામ ઓફ્સિમાં આ મુજબ અમલ કરીશું. હાઈકોર્ટે ટકોર કરી છે કે, સ્થિતિની ગંભીરતાને સમજો અને તેને અંકુશમાં લેવા માટે પગલા લો, નહીંતર સ્થિતિ અંકુશ બહાર જતી રહેશે.

ચીફ જસ્ટિસની ખંડપીઠનાં અવલોકનો

  • બદનસીબે રાજયમાં અકલ્પનીય મુશ્કેલીઓ સર્જાઈ છે. કોરોનાનું સંચાલન કરતી આંતર માળખાકીય વ્યવસ્થા પડી ભાંગી છે.
  • રાજયમાં ટેસ્ટીંગની અછત, પથારીની અછત, આઈસીયુ, ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે.
  • જે રાજયમાં હેલ્થ ઈમરન્જસી સુચિત કરે છે. આ સ્થિતિમાં કોર્ટને દખલ કરવું પડે છે.
  • હાલમાં રાજયમાં સ્થિતિ અંકુશ બહાર ગઈ છે. તેવામાં હાઈકોર્ટ બંધ હોવા છતાં ઈમરજન્સી તબક્કામાં ચાલુ રાખીને સુનાવણી હાથ ધરવામાં આવશે.

૧૭મી સુધી કોર્ટો બંધ હોવા છતાં અરજન્ટ સુનાવણી

કોરોનાની સ્થિતિ કાબુ બહાર જતા ગુજરાત હાઈકોર્ટ ૧૭મી સુધી બંધ રાખવામાં આવી છે. આમ છતાં ચીફ જસ્ટીસની ખંડપીઠે રાજયમાં કોરોનાનું સંક્રમણ વધી જતા આવતીકાલ સવારે અરજન્ટમાં સુનાવણી માટે રાખી છે.

હવે ગમે તે ક્ષણે ગુજરાતમાં લોકડાઉનની શક્યતા

કોરોના સંક્રમણ અંગે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈને ગુજરાતમાં હેલ્થ ઈમરન્જસી સર્જાઈ હોવાનો ઉલ્લેખ કરીને હુકમ કરતા ડોકટરો અને સરકારી બાબુઓમાં મોડી રાત્રે એવી ચર્ચાઓ ચાલી રહી કે, આવતીકાલે રાજયમાં લોકડાઉન આવી શકે તેમ છે. હાઈકોર્ટ રાજય સરકારને કોરોના સંક્રમણ અટકાવવા અને હેલ્થની સુવિધા મળી રહે તે માટે હુકમ કરી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન