Gujarat Limbadi Congress Mla Somabhai Koli Patel Video Viral
  • Home
  • Featured
  • ‘ડમ્મર ડાક વાગેને કોંગ્રેસના ધારાસભ્ય ધૂણે…’, લીંબડીમાં 20 સેકન્ડના ધૂણતા વીડિયોથી રાજકીય ખળભળાટ

‘ડમ્મર ડાક વાગેને કોંગ્રેસના ધારાસભ્ય ધૂણે…’, લીંબડીમાં 20 સેકન્ડના ધૂણતા વીડિયોથી રાજકીય ખળભળાટ

 | 7:21 pm IST
  • Share

કોંગ્રેસના લીંબડી બેઠકના ધારાસભ્ય સોમા ગાંડા પટેલનો સાંકળો વડે ધુણતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, આ વીડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય ઉપર પૈસાનો વરસાદ પણ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર પંથક ઉપરાંત રાજકીય વર્તુળોમાં આ વીડિયોએ ચર્ચા જગાવી છે.

લીંબડી બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય સોમા ગાંડા પટેલ માથે સાફો પહેરીને હાથમાં સાંકળો હાથમાં લઈને ધૂણી રહ્યા છે, સાંકળો પોતાની પીઠ ઉપર મારતાં હોય તેમ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. 20 સેકન્ડ જેટલા સમયનો આ વીડિયો છે, જેમાં ધારાસભ્ય ઉપર પૈસાના વરસાદ પણ થઈ રહ્યો છે.

જોકે કયા સમયગાળાનો આ વીડિયો છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી પરંતુ રવિવારે સોશિયલ મીડિયા ઉપર ગુજરાત કોંગ્રેસના આ ધારાસભ્યના વાયરલ વીડિયોએ ખાસ્સી ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા ઉપર વીડિયોને જોઈ લોકો પણ અચંબામાં પડી ગયા છે અને એવી કોમેન્ટ કરી રહ્યા છે કે, પ્રજાના પ્રતિનિધિ તરીકે આ ધારાસભ્ય અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે તેવું કામ કેમ કરી રહ્યા છે.

કેટલાકે એવી પણ કોમેન્ટ કરી છે કે, આમ તો આ ધારાસભ્ય પ્રજાલક્ષી કામો બાબતે લોકો વચ્ચે દેખાતા નથી અને કાર્યક્રમમાં ધૂણી રહ્યા છે. અગાઉ પણ આ ધારાસભ્યનો ધૂણતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો