Gujarat local body polls BJP observers start taking sense of activists
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • મહાનગરની ચૂંટણીને લઈ ભાજપ નિરીક્ષકોના ધામા, આ કામ કરનાર કાર્યકરોને મળશે ટિકિટ

મહાનગરની ચૂંટણીને લઈ ભાજપ નિરીક્ષકોના ધામા, આ કામ કરનાર કાર્યકરોને મળશે ટિકિટ

 | 3:32 pm IST
  • Share

ગુજરાત (Gujarat)માં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Local Body Polls) ની જાહેરાત થઇ ગઇ છે. 6 મહાનહરપાલિકાની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરીએ યોજાશે ત્યાકે 6 મહાનગરની ચૂંટણીને લઈને ભાજપના (BJP) નિરીક્ષકોએ શહેરોમાં ધામા નાંખ્યા છે. ચૂંટણી પ્રક્રિયાની (Election Preparation) બાબતને લઈને ભાજપ ઇલેક્શન મોડમાં આવી ગયું છે.

ભાજપ પાર્ટીમાં આજથી સેન્સ પ્રક્રિયા ચાલુ થઇ ગઇ છે. ગુજરાત પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલ (C.R. Patil) છેલ્લા કેટલાય દિવસોથી સરપંચ સંવાદ કાર્યક્રમો છે. દરમિયાનમાં ભાજપે આ ચૂંટણીમાં મહાનગરમાં ચૂંટણી લડવા માંગતા ટિકિટ વાંચ્છૂકો માટે કેટલાક નિયમો ઘડી નાખ્યા છે. આ નિયમમાં ફીટ બેસે તેને પ્રાધાન્યતા આપવામાં આવે તેવી વકી છે.

ત્યારે આજથી ભારતીય જનતા પાર્ટી સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ કરશે. રાજ્યના છ મહાનગરોમા આવતીકાલથી સેન્સ પ્રક્રિયા ચાલુ થશે. સ્થાનિક સ્વરાજની ચુંટણીમા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટે નિરીક્ષકોએ મહાનગરોમાં ધામા નાંખ્યા છે. ઉમેદવારોની પસંદગી માટે ત્રણ-ત્રણ નિરીક્ષકોની પેનલ બનાવાઈ છે. 24-25-26 જાન્યુઆરીના રોજ કાર્યકરોની સેંસ લેવાશે.

ટિકિટ વાંછુકો માટે ભાજપે કેટલાક નિયમો બનાવ્યા છે. જેમા સ્થાનિક અને જૂના કાર્યકરોને ભાજપ પ્રાધાન્ય આપશે. તથા ઉમેદવારોએ રામમંદિર નિર્માણ નિધિ (Ram temple construction fund)માં કરેલા સહયોગની વિગતો પણ દાવેદારોએ આપવાની રહેશે. સાથે જ વર્ષ 201 માં સમર્પણ નિધિમાં કરેલા સહયોગની પણ વિગતો તેમને આપવાની રહેશે. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓથી કેટલા લોકોને લાભ અપાવ્યો તેની પણ વિગતો કાર્યકરોએ આપવાની રહેશે. પોતાના બુથમાં પેજ પ્રમુખો અને પેજ સમિતિઓનું કામ કેટલું પૂર્ણ કર્યું તે પણ જણાવવાનું રહેશે. મહત્વની વાત એ છે કે પાર્ટી દ્વારા દાવેદારની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધતા કેટલી છે તેની પણ વિગતો મંગવાઈ છે.

આ વીડિયો પણ જુઓ : જામનગરમાં ચૂંટણીને લઇને ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન