Sun enters the Orion constellation and if it rains then there is a possibility of pests in the standing crop.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી: મૃગશીર્ષ નક્ષત્રમાં સૂર્યના પ્રવેશ વખતે વરસાદ થયો તો…

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી: મૃગશીર્ષ નક્ષત્રમાં સૂર્યના પ્રવેશ વખતે વરસાદ થયો તો…

 | 9:24 am IST
  • Share

જેઠ સુદ બીજે વરસાદ ગાજે તો ઘડ ગાજ્યું ગણાય અને બીજા સંજોગો ખરાબ હોય તો વરસાદ થતો નથી. પરંતુ આ વખતે બીજા સંજોગો સારા છે. 8મી જૂને મૃગશીર્ષ નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ થાય છે અને મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થાય તો ઉભા પાકમાં જીવાત પડવાની સંભાવના રહે છે. આ વખતે મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના છે. જ્યારે ખેડૂત ભાઈઓ ખેડ કરે ત્યારે જમીનમાં રહેલા કોશેટા બહાર આવે છે અને એમાંથી ગુજરાત હેરીકેટર પીલર એટલે કે કાતરા બહાર નીકળે છે અને આ કાતરા વાવેલા પાકને ખાઈ જાય છે તેમ અંબાલાલ દા.પટેલે જણાવ્યું છે.

કહેવાય છે કે કાતરા નીકળે તો વરસાદ લગભગ 27 દિવસ સુધી ઓછો પડે છે. એટલે કે કાતરાને સાનુકૂળ હવામાન રહે એવો વરસાદ પડે છે. એટલે ખેડૂત ભાઈઓએ આ બાબત પણ ધ્યાનમાં લેવા જેવી છે. તા.11-12 જૂનમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.

જો કે આ ગાજવીજ વધારે હશે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં તો જૂન તા.9થી જ વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ ગુજરાત, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત અને સૌરાષ્ટ્રના ભાગોમાં તા.15 થી 19 જૂનમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શકયતા છે.

આ વખતે સૌરાષ્ટ્રના ભાગોમાં ભીમ અગિયારસે વાવણા થઈ જવાની શક્યતા છે. તા.૨૨ અને ૨૩માં ઉત્તર ભારતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જ્યારે તા.27 જૂનથી ચોમાસું જોર પકડે અને 29 જૂનથી ચોમાસું સક્રિય થાય એ નીર-નિરંતર વરસાદ થાય. વરસાદ પવન સાથે થવાની શક્યતા છે.

6ઠ્ઠી જુલાઈએ સૂર્ય પુનવર્સુ નક્ષત્રમાં આવશે એટલે સૌરાષ્ટ્રના ભાગોમાં તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ જુલાઈ તા.6થી શેઢાપાળા ખેતરોમાં સાપનો ઉપદ્રવ થવાની શક્યતા છે. આ અરસામાં સર્પની સંવનનક્રિયા થવાની શક્યતા હોતા ખેડૂત ભાઈઓએ ખેતરોમાં સર્પના ઉપદ્રવથી સાવચેત રહેવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન