Gujarat New Cabinet In Chief Minister Bhupendra Patel's government
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આજે મંત્રીમંડળની શપથવિધિની શક્યતા, તાબડતોબ ગાંધીનગર બોલાવાયા, ‘ભાગ્યશાળી’ MLAને કાનમાં કહી દેવાશે,

આજે મંત્રીમંડળની શપથવિધિની શક્યતા, તાબડતોબ ગાંધીનગર બોલાવાયા, ‘ભાગ્યશાળી’ MLAને કાનમાં કહી દેવાશે,

 | 7:27 am IST
  • Share

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળની રચના માટે આજે શપથવિધિની શક્યતા દર્શાવવામાં આવી છે. જેના માટે તાબડતોબ ભાજપા ધારાસભ્યોને ગાંધીનગર ખાતે બોલાવી લેવાયાહોવાની માહિતી મળી રહી છે. ગાંધીનગર રાજભવનમાં મંડપ યથાવત્ રખાયો છે. જો વરસાદ હશે તો મંત્રીમંડળની શપરથવિધિ મહાત્મા મંદિરમાં યોજાશે. ભુપેન્દ્ર પટેલની સરકારમાં 26 મંત્રીઓને સમાવી શકાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળ સોગંદવિધિ, આજે રાતે ‘ભાગ્યશાળી’ MLAને કાનમાં કહી દેવાશે

સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળની રચના માટે તા.૧૬ના ગુરૃવારે બપોરે સોગંદવિધિ માટે ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ શરૃ થઈ રહી છે.  મોડી રાત્રે ભાજપના ધારાસભ્યોને બુધવારે સવારે ૧૦ વાગે પાટનગરમાં હાજર થવાની સૂચના મળતા એવી અટકળો પણ તેજ થઈ હતી કે નવા મંત્રીમંડળની શપથવિધિ બુધવારે પણ થઈ શકે છે.

નવી સરકારમાં કોને સ્થાન મળશે તે અંગે ભાજપ કે મુખ્યમંત્રી તરફથી હજી સુધી સત્તાવારપણે કોઈ જ જાહેરાત કરવામા આવી નથી. જે ધારાસભ્યોેના ભાગ્યમાં મંત્રીપદ હશે તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ, સંગઠન મહામંત્રી તરફથી બુધવારની રાત્રે ફોન કરીને તૈયાર રહેવા કહી દેવાશે. રાજકીય ઉથલપાથલના ૭૨-૭૬ કલાકના ખેલમાં નવી સરકારમાં જૂની રૃપાણી સરકારમાંથી કોણ ચાલુ રહેશે ? કોણ પડતા મુકાશે ? ચૂંટણી પહેલાના ૧૪ મહિના માટે કોને મંત્રી બનાવાશે તે રહસ્ય વધુ ઘેરાયુ છે. જેઓ બહાર છે તેમને બુધવારની સવાર સુધીમાં આવી જવા સુચના અપાઈ હતી. મંત્રીમંડળની શપથવિધિના સ્થળ સમય અંગે ભાજપમાંથી કોઈ જ ફોડ પાડવામાં આવ્યો નથી પરંતુ, સરકારમાં પ્રોટોેકોલ પ્રભાગના કહેવા મુજબ બુધવારે વરસાદ હશે તેવી સ્થિતિમાં મહાત્મા મંદિરનો વિકલ્પ છે. બાકી રાજભવનના ગાર્ડનમાં મંડપની વ્યવસ્થા છે. જ્યાં ૭૦૦ આમંત્રિતો સુધીની વ્યવસ્થા થઈ શકે તેમ છે.

સોમવારે જે રીતે ૧૭માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે  એકલાંએ જ શપથ લીધાં તેવું ગુજરાતમાં ભાજપરાજના ૨૬  વર્ષોમાં ચોથીવાર બન્યું છે. કેશુભાઈ પટેલે પહેલીવાર ૧૪  માર્ચ, ૧૯૯૫માં એકલાં જ શપથ લીધાં પછી મંત્રીમંડળનો  શપથવિધિ ૧૯મી માર્ચ-૯૫ના રોજ યોજાયો હતો. એ પછી કેશુભાઈ  બીજીવાર ૪ માર્ચ, ૧૯૯૮ના રોજ મુખ્યમંત્રી બન્યાં, ત્યારે ૯ દિવસ  બાદ ૧૩ માર્ચે મંત્રીઓએ શપથ લીધાં હતા, જ્યારે વડા પ્રધાન  મોદી પહેલીવાર ૭ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ રાજ્યના મુખ્યમંત્રી  બન્યાં એ પછી ૧૦ દિવસમાં ૧૭મી ઓક્ટોબરે મંત્રીમંડળનો  શપથવિધિ થયો હતો એટલે ભૂપેન્દ્ર પટેલના મંત્રીઓના શપથ  પણ મોડા થઈ શકે તેમ છે.

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ૨૬ મંત્રીને સમાવી શકાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ૨૬ મંત્રીઓને સ્થાન મળી શકે છે. રૃપાણી સરકારમાં નાયબ મુખ્યમંત્રી સહિત ૧૨ કેબિનેટ અને ૧૧ રાજ્યકક્ષા એમ કુલ ૨૩ મંત્રીઓ હતા. નવી સરકારમાં પણ મંત્રીમંડળનું કદ ૨૫-૨૬ સુધીનું રહશે તેમ મનાય છે.

BJPના રાજમાં CM પછી ત્રીજી વખત મંત્રી પરિષદની રચના થશે

ગુજરાતમાં ૨૫ વર્ષ વર્ષથી ભાજપનું રાજ છે. મુખ્યમંત્રી તરીકે એકલા શપથ લઈ મંત્રીમંડળની રચના કરનારા ભૂપેન્દ્ર પટેલ ત્રીજા મુખ્યમંત્રી છે. અગાઉ ૭મી ઓક્ટોબર ૨૦૦૧ના રોજ નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રીએ સોંગદ લીધાના ત્રણેક દિવસ પછી મંત્રી પરિષદની રચના કરી હતી. તે પૂર્વે ૪ માર્ચ ૧૯૯૮માં પણ કેશુભાઈ પટેલે પણ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યાના સપ્તાહ પછી મંત્રીઓને સામેલ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન