Gujarat: Next Education Year will Start from 8 June
  • Home
  • Ahmedabad
  • રાજ્યમાં આગામી શૈક્ષણિક વર્ષ 8 જૂનથી શરૂ થશે, પ્રાથમિક શિક્ષણ નિયામકે કર્યો પરિપત્ર

રાજ્યમાં આગામી શૈક્ષણિક વર્ષ 8 જૂનથી શરૂ થશે, પ્રાથમિક શિક્ષણ નિયામકે કર્યો પરિપત્ર

 | 7:27 pm IST

કોરોનાની મહામારી વચ્ચે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વપુર્ણ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં આગામી શૈક્ષણિક વર્ષ 8 જૂનથી શરૂ થશે. અને આ મામલે પ્રાથમિક શિક્ષણ નિયામકે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે. અને જો કોરોનાનું સંકટ વધારે વધશે અને આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરવામાં આવશે તો આગામી સમયમાં આ અંગે જાણ કરવામાં આવશે.

આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્રમાં જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓએ ઘરે બેસીને અભ્યાસ કરવો પડશે. વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ઘરે મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓએ નોટબુકમાં પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. અને વિદ્યાર્થીઓને આપવામાં આવેલ આ ઘરકામ સ્કૂલમાં જમા કરાવવું ફરજિયાત રહેશે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાં જ વિદ્યાર્થીઓએ આ ઘરકામ સ્કૂલમાં જમા કરાવાનું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન