સાધ્વી પાસે ગુજરાત પાસિંગની કાર કોની? ભાગવાની તૈયારી સાથે જ આવી હતી મોલમાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સાધ્વી પાસે ગુજરાત પાસિંગની કાર કોની? ભાગવાની તૈયારી સાથે જ આવી હતી મોલમાં

સાધ્વી પાસે ગુજરાત પાસિંગની કાર કોની? ભાગવાની તૈયારી સાથે જ આવી હતી મોલમાં

 | 10:11 am IST
  • Share

અઠવાડીયા પહેલા પાલનપુરની સાધ્વી જયશ્રીગીરી પોલીસને થાપ આપી ભાગી ગઇ હતી. સાધ્વી પાછળ ક્રાઇમ બ્રાંચની ત્રણ ટીમો તપાસ કરી રહી હતી દરમિયાનમાં સાધ્વી જયશ્રીગીરીને ઉદેપુર ટોલ નાકા પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધી હોવાનુ ક્રાઇમ બ્રાંચના જોઇન્ટ કમિશનરે જણાવ્યુ હતુ. સાધ્વી પાસે તેનો પુત્ર અને ડ્રાઇવર પણ હતા. સાધ્વી અમદાવાદથી ભાગી ત્યારે તે ગુજરાત  પાસિંગની કારમાં ભાગી હતી એટલે ભાગવાનો પ્રિપ્લાન તેના ભાઇ દક્ષ પરમારે બનાવ્યો હોવાનુ પોલીસ માની રહી છે. તેવામાં તેની સાથે આઇપીએસ અધિકારી કે તેમનો પુત્ર સંપર્કમાં હોવાનુ ચર્ચાઇ રહ્યું હતુ જો તપાસ થાય તો બહાર આવે કે કોણ અધિકારી સતત તેના સંપર્કમાં હતા.

CCTV ફુટેજ

અમદાવાદથી પોલીસ જાપ્તા સાથે નિકળેલી સાધ્વી જયશ્રીગીરી બુધવારે હિમાલય મોલમાં મસાજ કરાવી, શોપિંગ કરીને હાઈકોર્ટના એડવોકેટની પત્ની સાથે ફિલ્મ બાહુબલી-૨ જોઈને જાપ્તા પોલીસને ચકમો આપીને ફરાર થઈ જતા ક્રાઈમ બ્રાન્ચે પોતાનું નાક બચાવવા માટે બે વકીલ અને ચાર પોલીસ જાપ્તાના પોલીસકર્મીઓની ધરપકડ કરી હતી.જેમાં પોલીસ કર્મીઓ સસ્પેન્ડ પણ કરાયા હતા. જેસીપી જે.કે.ભટ્ટે જણાવ્યુ હતુ કે, ગુજરાત હાઇકોર્ટે સાઘ્વી જયશ્રીગીરીને ૧૦ દિવસ માટેપોલીસ જાપ્તા સાથે જામીન આપ્યા હતા.

બદલાયેલા વેશમાં સાધ્વી

દરમિયાનમાં તે પોલીસ જાપ્તા સાથે બુધવારે ઝાયડસ હોસ્પિટલથી હિમાલય મોલ આવી અને ત્યાથી ભાગી ગઇ હતી. તેને ઉદેપુર ટોલ નાકા પાસેથી ક્રાઇમની ત્રણ ટીમે પકડી પાડી છે. તેની સાથે એક બાળક અને ડ્રાઇવર મળી આવ્યા હતા. તમામને પકડી પોલીસ અમદાવાદ લાવવા રવાના થઇ છે. તેવામાં આ પ્રિપ્લાન માસ્ટર માઇન્ડ તેના ભાઇ દક્ષ પરમારે બનાવ્યો હોવાનુ પોલીસ માની રહી છે. તેની પાસે ગુજરાત પાસિંગની કાર કોની તેની પોલીસ તપાસ કરશે. બીજી તરફ આઇપીએસ અધિકારી કે તેમનો પુત્ર સંપર્કમાં કોણ તેની પોલીસ તપાસ કરશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન