Gujarat Police Former DGP PC Thakur Dance video goes viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • નિવૃત જીવનની મજા લેતા ગુજરાત પોલીસના પૂર્વ DGP પી.સી.ઠાકુરનો ડાન્સ વીડિયો વાયરલ

નિવૃત જીવનની મજા લેતા ગુજરાત પોલીસના પૂર્વ DGP પી.સી.ઠાકુરનો ડાન્સ વીડિયો વાયરલ

 | 6:15 pm IST

સોશિયલ મીડિયા પર દૈનિક ધોરણે ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં ઘણા વીડિયો અદ્બુત અને ચોંકાવનારા હોય છે. પરંતુ તાજેતરમાં એક એવો વીડિયો વાયરલ થયો છે જેને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ વાયરલ વીડિયો છે ગુજરાત પોલીસના પૂર્વ DGP પી.સી.ઠાકુરનો…

વાયરલ વીડિયોમાં ગુજરાત પોલીસના પૂર્વ DGP પી.સી.ઠાકુર ડાન્સ કરતા નજરે આવી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે પી.સી.ઠાકુર વર્ષ 2016માં નિવૃત થઈ ચૂક્યા છે. માહિતી મુજબ તાજેતરમાં પૂર્વ DGP પાવાગઢ હિલ સ્ટેશન પર ફરવા ગયા હતા અને ત્યાં નિવૃત જીવનમાં જીવનની મજા લેતા નજરે પડ્યા. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પૂર્વ DGP બોલિવૂડની જૂની ફિલ્મ મદારી(1959)ના ગીત ‘નજરે તો ઉઠા કે દેખ જરા, તેરે સામને યે દીવાના હૈ’ પર ડાન્સ કરી રહ્યા છે. ગુજરાત પોલીસના પૂર્વ DGP પી.સી.ઠાકુરનો આ ડાન્સ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન